ભાવિકો ઉમટ્યા:સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તુલસીશ્યામ મંદિરમાં ભાઈબીજ નિમિત્તે યાત્રાળુઓની ભીડ ઉમટી

અમરેલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીર જંગલ વચ્ચે આવેલા સુપ્રસિદ્ધ તુલસીશ્યામ તીર્થ ધામમાં ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી

સૌરાષ્ટ્રના મધ્યગીર વચ્ચે બિરાજમાન તુલસીશ્યામ મંદિર અને આસપાસ ગીર જંગલ વિસ્તારમાં તહેવારોમાં પ્રવાસીઓની ભારે ભીડ ઉમટે છે. ત્યારે હાલ દિવાળી તહેવારને લઈ તુલસીશ્યામ મંદિરમાં યાત્રાળુઓની ભીડ જોવા મળી છે. સૌરાષ્ટ્ર ઉપરાંત, ઉત્તર ગુજરાત, દક્ષીણ ગુજરાત સહિત અલગ-અલગ રાજ્યો અને વિસ્તારમાંથી પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે. આજે ભાઈબીજના દિવસે ભાવિકોની સંખ્યા વધી છે.

ગીર જંગલ અને મધ્યગીર વચ્ચે આવેલું ઐ તુલસી શ્યામ ભગવાનનુ ઐતિહાસિક મંદિર સમગ્ર સૌરાષ્ટ્રનું આસ્થાનું કેન્દ્ર છે. તુલસી શ્યામ મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં દરરોજ ભોજનાલય શરૂ રાખવામા આવ્યું છે અને તહેવારોમાં સંખ્યા વધતી હોવાને કારણે ભાવિકોને અગવડતા ન પડે તે માટે ખાસ વ્યવસ્થાં ઉભી કરાય છે.

ભોજનાલયમાં શ્રદ્ધાળુઓ પ્રસાદ લેવા માટે મોટી સખ્યામાં જોવા મળ્યાં હતા. મહેસાણા, રાજકોટ, ભાવનગર સહિત કેટલાય અન્ય જિલ્લાના પ્રવાસીઓએ તુલસી શ્યામ મંદિરની મુલાકાત લીધી હતી.

વન્યપ્રાણીથી ધમધમતું ગીર જંગલતુલસીશ્યામ મંદિર નજીક ગીર પૂર્વ જંગલ અને ગીર મધ્ય બંનેનો સમાવેશ થાય છ. અહીં વન્યપ્રાણીનો વસવાટ છે. સિંહો, હરણ, મગર, વાનર સહિતના પ્રાણીઓ અહિં રહે છે. આ પ્રાણીઓ ઘણી વખત આ વિસ્તારની આસપાસ જોવા મળે છે. અનેક પ્રવાસીઓને સિંહ દર્શનનો લ્હાવો મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...