તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Piles Of Dirt In Rajula's Main Area Including Sreejinagar, Halaki, Palika Only Collects Fines In The City: Lirelira Of Swachhta Abhiyan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:રાજુલાના શ્રીજીનગર સહિત મુખ્ય વિસ્તારમાં જ ગંદકીના ઢગ, હાલાકી, પાલિકા માત્ર શહેરમાં દંડની ઉઘરાણી કરે છે : સ્વચ્છતા અભિયાનના લીરેલીરા

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજુલામાં શ્રીજીનગર સહિતના મુખ્ય વિસ્તારમાં ગંદકીના ઢગ સર્જાયા છે. લોકો અને વેપારીઓ પરેશાન છે. એવા સમયે નગરપાલિકા માત્ર શહેરમાં માસ્ક વગર ફરતાં લોકો પાસેથી દંડ ઉઘરાવવામાં મશગુલ છે. તાત્કાલિક શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

રાજુલાના શ્રીજીનગરમાં રહેતા દિલીપભાઈ જોષીએ જણાવ્યું હતું કે નગરપાલિકાએ છેલ્લા એક માસમાં માસ્ક વગર ફરતા લોકો પાસેથી એક લાખ જેટલો દંડ વસુલ કર્યો છે. પણ પાલિકા ખુદ શહેરના મુખ્ય વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડાવી રહી છે. શહેરના પૂજા એપાર્ટમેન્ટ, શ્રીજીનગર, જય માતાજી ગ્રાઉન્ડની પાસે, સરકારી ક્વાર્ટર અને આરામ ગૃહ પાસે ભયંકર ગંદકી જોવા મળે છે.

જેના કારણે અત્યંત દુર્ગંધથી વેપારીઓ અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અહીં મચ્છરનો ઉપદ્રવ પણ વધતાં આગામી દિવસોમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત છે. આરોગ્ય શાખાની પણ ઘોર બેદરકારી જોવા મળે છે. ત્યારે શહેરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી મચ્છર નાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો