તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:પિયરે પત્નીને તેડવા ગયેલ પતિને સસરાએ માર માર્યો

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાસુ, સાળી અને સાળાઅે પણ બાેલાચાલી કરી

અમરેલીના સાેનારીયામા પિયર ગયેલ પત્નીને તેડવા ગયેલ પતિને સસરાઅે મારમાર્યાે હતાે. તેમજ યુવકના બંને મામાને પણ સાળાઅે પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડતા તેણે અા બારામા પાેલીસમા ફરિયાદ નાેંધાવી છે.વડીયાના કાેલડામા રહેતા ઉમેશભાઇ મકવાણા (ઉ.વ.26) નામના યુવકે ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે બપાેરના સુમારે સીમરણ મામાના ઘરે ગયા હતા.

તે દરમિયાન તેના સાળા પ્રકાશનાે ફાેન અાવેલ અને કહેલ કે તમે સાેનારીયા અાવાે. જેથી ઉમેશભાઇ તેની પત્ની ઉર્મિલાને તેડવા સાેનારીયા ગયા હતા. તેમની સાથે તેના મામા કરશનભાઇ અને જયંતીભાઇ પણ ગયા હતા.તેઅાે સસરાના ઘરે બેઠા હતા ત્યારે તેની સાળીઅે બાેલાચાલી કરી હતી. બાદમા સસરા પ્રેમજીભાઇઅે ઉમેશને બે ત્રણ ઝાપટ મારી હતી. અા ઉપરાંત તેના સાળા પ્રકાશે કરશનભાઇને પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...