વીજચોરોમાં ફફડાટ ફેલાયો:બાબરાના અલગ-અલગ વિસ્તારમાં PGVCLની ટીમો ત્રાટકી, 20 લોકોને વીજ ચોરી કરતા ઝડપી 4 લાખથી વધુનો દંડ ફટકાર્યો

અમરેલી16 દિવસ પહેલા
  • વહેલી સવારથી જ પીજીવીસીએલ વિભાગની ટીમોએ રહેણાંક મકાનોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું

અમરેલીના બાબરા શહેરના અલગ-અલગ વિસ્તારમાં આજે પીજીવીસીએલ વિભાગની ટીમે પોલીસ પ્રોટેક્શન સાથે વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કેટલીક જગ્યાએ ગેરરીતિ સામે આવી હતી. વીજ કર્મીઓ દ્વારા 70 જેટલા રહેણાંક મકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 20 જેટલા લોકો વીજચોરી કરતા ઝડપાયા હતા. જેઓને કુલ 4 લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેના કારણે શહેરીજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

વીજવીભાગે દરોડો પાડ્યો
પીજીવીસીએલ વિભાગ દ્વારા વહેલી સવારથી જ બાબરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોટા પ્રમાણમાં વીજ ટુકડીઓ દ્વારા ચેકિંગ હાથ ધરતા ફફડાટ ફેલાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ વાયુવેગ સમાચાર પ્રસરી જતા ગામડામાં પણ ફફડાટ ફેલાયો હતો. સૌથી વધારે ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચોરી સામે આવતી હોય છે. શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારની સરખામણીએ શહેરમાં ખૂબ ઓછી વીજ ચોરી થતી હોવાનું જાણવા મળી રહ્યું છે. બાબરા શહેરમાં વીજચોરી કરતા લોકો ઉપર દરોડો પાડવા માટે અલગ-અલગ વિસ્તારમાંથી પીજીવીસીએલ તંત્રની ટીમોને બોલાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...