ચેકિંગ:બાબરાના ગામડાઓમાં PGVCLની 9 ગાડી સાથે ટીમ ત્રાટકી, 35 ઘરોમાં વીજ ચોરી ઝડપાઈ, 7થી 8 લાખનો દંડ ફટકાર્યો

બાબરાએક વર્ષ પહેલા
બાબરા તાલુકામાં આજે 9 ગાડી સાથે PGVCLની ટીમ ત્રાટકી હતી - Divya Bhaskar
બાબરા તાલુકામાં આજે 9 ગાડી સાથે PGVCLની ટીમ ત્રાટકી હતી
  • 250 ઘરોમાં વીજ ચેકિંગ કરતા 35 ઘરમાંથી વીજચોરી ઝડપાઈ

બાબરા તાલુકાના ગામડાઓમાં આજે PGVCLની 9 ગાડી સાથે ટીમ ચેકિંગ માટે ત્રાટકી હતી. અમરેલી જિલ્લામાંથી ટીમ 9 ગાડી સાથે ત્રાટકતા ગામડાઓમાં વીજ ચોરી કરતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. PGVCLની ટીમે 35 ઘરોમાંથી વીજચોરી પકડી પાડી હતી. તમામ વીજચોરી કરતા ગામડાના લોકોને 7થી 8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ખાખરીયા, લાલકા, વાકીયા સહિતના ગામોમાં ચેકિંગ હાથ ધરાયું
બાબરા તાલુકાના લાલકા, વાકીયા, ખાખરીયા સહિતના ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. PGVCLની ટીમે 250 જેટલા ઘરમાં ચેકિંગ કરતા 35 જેટલા ઘરમાં વીજચોરી ઝડપાઈ હતી. આ તમામ વીજચોરી કરતા લોકોને 7થી 8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. PGVCLની ટીમ ગામડાઓમાં ત્રાટકતા વીજચોરી કરતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

વડાપ્રધાનના કાર્યક્રમને લઈ રાજકોટ PGVCLના 30થી વધુ અધિકારી કચ્છમા મૂકાયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મંગળવારે કચ્છ આવી રહ્યા છે. ત્યારે સરકારના આદેશ પ્રમાણે PGVCL રાજકોટ હેડ ક્વાર્ટરે આજથી 30થી વધુ અધિકારીને કચ્છ દોડાવ્યા છે. રાજકોટ વીજ સર્કલમાંથી 15 ઈજનેર અને કોર્પોરેટ ઓફિસમાંથી ચીફ ઈજનેરોને કચ્છ મોકલાયા છે.

(રાજુ બસીયા, બાબરા)