તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પેટ્રોલપંપના માલિક પાસે ખંડણી માંગનાર આરોપીના 4 દિ'ના પોલીસ રીમાન્ડ મંજુર

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પોલીસ મોબાઈલ, સીમકાર્ડ અને હથિયાર રીકવર કરવાની કાર્યવાહી કરશે

અમરેલીના લાઠી રોડ પર આવેલ ગુરૂદત્ત પેટ્રોલપંપના માલિકને ફોન કરી 10 લાખની ખંડણી માંગનાર છત્રપાલ વાળાના કોર્ટે 4 દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસ રીમાન્ડ દરમિયાન ગુનામાં વપરાયેલ મોબાઈલ, સીમકાર્ડ અને ઉપયોગમાં લેવાનાર હથિયાર રીકવર કરવાની કાર્યવાહી કરશે. અમરેલીના સત્યનારાયણ સોસાયટી 1 માં રહેતા છત્રપાલ ચંદ્રકિશોરભાઇ વાળાએ શહેરના લાઠી રોડ પર આવેલ ગુરૂદત્ત પેટ્રોલપંપના માલિક હિતેષભાઇ નવનીતલાલ આડતીયાને ફોન કરી સારી રીતે પેટ્રોલપંપ શાંતિથી ચલાવવો હોય તે માટે 10 લાખની ખંડણી માંગી હતી.

જો ખંડણી ન આપે તો તેમના પરિવારને ફાયરીંગ કરી જાનથી મારી નાખવા અને પેટ્રોલપંપ ઉપર ફાયરીંગ કરવાની ધમકી આપી હતી. આ અંગે પેટ્રોલપંપ માલિકે ખંડણી માંગનાર છત્રપાલ વાળા સામે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અમરેલી પોલીસે 48 કલાકમાં જ આરોપીને ગોંડલ પંથકમાંથી ઝડપી લીધો હતો. અને તેમની સરભરા કરી હતી.અમરેલી જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયે ગુનાની તપાસ માટે સીટી પોલીસ સ્ટેશનના પીઆઇ જે.જે. ચૌધરીની આગેવાની હેઠળ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી.

પોલીસ ખંડણીના આરોપી છત્રપાલ વાળાને કોર્ટમાં રજૂ કર્યો હતો. અને રીમાન્ડની માંગણી કરી હતી. અમરેલી કોર્ટે છત્રપાલ વાળાના 17 જૂન સુધી ચાર દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. પોલીસ આ દરમિયાન મોબાઈલ, સીમકાર્ડ, ફાયરીંગ કરવામાં ઉપયોગમાં લેવાનાર હથિયાર રીકવર કરશે. ગુનો નોંધાયા બાદ આરોપીને ભાગવામાં મદદ કરનાર અને આશરો આપનાર વિરૂદ્ધ પણ તપાસ કરાશે.

અન્ય સમાચારો પણ છે...