પ્રજા ત્રાહિમામ:અમરેલી જિલ્લાના 11 તાલુકામાં પેટ્રોલ 100ને પાર

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાૈથી વધુ જાફરાબાદમાં 101.72નાે ભાવ : 6 તાલુકામાં ડિઝલ પણ 100ને પાર કરી ગયંુ : ઇંધણના ભડકે બળતા ભાવથી પ્રજા ત્રાહિમામ

પેટ્રાેલ અને ડિઝલના ભડકે બળતા ભાવથી ટ્રાન્સપાેર્ટરાેથી લઇ અામ જનતા સુધી સાૈ કાેઇમા દેકારાે બાેલી ગયાે છે. પાછલા ત્રણ દિવસથી પેટ્રાેલના ભાવ સતત વધી રહ્યાં હાેય અાજે અમરેલી જિલ્લાના તમામ 11 તાલુકામા પેટ્રાેલ 100ને પાર પહાેંચી ગયુ હતુ. અેટલુ જ નહી 6 તાલુકામા તાે ડિઝલનાે ભાવ પણ 100ને પાર પહાેંચ્યાે છે. અા મુદે પ્રજામા ભારાેભાર અાક્રાેશ છે. અેક તરફ કાેરાેનાકાળ દરમિયાન તમામ ચીજવસ્તુઅાેના ભાવમા અાકરાે વધારાે થઇ રહ્યાે છે.

અમરેલી પંથકમા તાે હાલમા શાકભાજીની અાવક પણ અાેછી હાેય તેના ભાવાે અાસમાને પહાેંચ્યા છે. માેંઘવારીના મારથી પ્રજા પીડાઇ રહી છે તેની વચ્ચે સરકાર પણ કાેઇ રાહત અાપવાના બદલે અેક પછી અેક ડામ અાપી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી પેટ્રાેલના ભાવમા સતત વધારાે થઇ રહ્યાે છે. ત્રણ દિવસ દરમિયાન પેટ્રાેલના ભાવમા 84 પૈસા જેટલાે વધારાે થયાે છે પરિણામે હવે અમરેલી જિલ્લાના તમામ 11 તાલુકામા પેટ્રાેલના ભાવે સેન્ચ્યુરી ફટકારી છે.

અાેઇલ ડેપાેથી જે તે સ્થળના પરિવહનના અંતરના અાધારે ભાવ નક્કી થતા હાેય અગાઉ માત્ર રાજુલા જાફરાબાદ પંથકમા પેટ્રાેલ 100 રૂપિયે હતુ પરંતુ હવે દરેક તાલુકામા 100 રૂપિયાથી વધુ ભાવ થઇ ગયાે છે. અમરેલી શહેરમા હાલમા પેટ્રાેલનાે ભાવ 100.82 રૂપિયા થયાે છે. જયારે પાવર પેટ્રાેલ 104.27 રૂપિયે મળી રહ્યું છે. અમરેલી શહેરમા ડિઝલનાે ભાવ પણ 99.70 રૂપિયા થયાે છે.

પેટ્રાેલનાે સાૈથી વધુ ભાવ જાફરાબાદમા 101.72 રૂપિયા છે. ડિઝલનાે પણ સાૈથી વધુ ભાવ જાફરાબાદમા 101.60 રૂપિયા છે. અાવી જ રીતે રાજુલા અને ખાંભામા પેટ્રાેલનાે ભાવ 101.66 રૂપિયા છે. રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, ખાંભા, ધારીમા ડિઝલનાે ભાવ 100થી વધુ છે. જયારે લાઠી, ચલાલા, બગસરા, લીલીયા, અમરેલીમા ડિઝલનાે ભાવ 100ને લગાેલગ છે.

પેટ્રાેલ પુરાવવા જવાનાે ખર્ચ પણ વધી ગયાે
સામાન્ય રીતે ગ્રામિણ વિસ્તારમાથી લાેકાેને પાેતાના વાહનમા પેટ્રાેલ ડિઝલ પુરાવવા માટે 5 થી 10 કિમી દુરનાે ધક્કાે થતાે હાેય છે. શહેરી વિસ્તારમા પણ બે ત્રણ કિમી દુરનાે ધક્કાે થતાે હાેય વાહન ચાલકાેને પંપ સુધી પેટ્રાેલ પુરાવવા જવાનાે ખર્ચ પણ હવે વધુ માેંઘાે પડે છે.

રાજુલા જાફરાબાદના ટ્રાન્સપાેર્ટ ઉદ્યાેગની કફાેડી સ્થિતી
​​​​​​​રાજુલા જાફરાબાદના દરિયાકાંઠે હેવી ઉદ્યાેગાે વિકસ્યા હાેય અને ટ્રાન્સપાેર્ટરાે માટે કંપનીઅાેઅે ભાડાના દર અગાઉથી નક્કી કરેલા હાેય ડિઝલના સતત વધતા ભાવના કારણે ટ્રાન્સપાેર્ટરાેની દશા કફાેડી બની છે. થાેડા દિવસ પહેલા અહીના ટ્રાન્સપાેર્ટરાેઅે અા મુદે હડતાલ પણ પાડી હતી. અનેક વાહન ચાલકાે નુર ભાડામા વધારાે ન થાય તાે પાેતાના વાહન ચલાવવા માંગતા નથી.

કયા શહેરમાં પેટ્રાેલ- ડિઝલનાે કેટલાે ભાવ

તાલુકાેપેટ્રાેલડિઝલ
અમરેલી100.82100
બાબરા100.5199
રાજુલા101.66100
જાફરાબાદ101.72101
સાવરકુંડલા101.1100
ખાંભા101.66100
લીલીયા101.03100
બગસરા100.74100
ચલાલા101.41100
લાઠી101.4100
વડીયા100.3599
ધારી101.14100
દામનગર100.81100

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...