જરૂરીયાત:રાજુલામાં પીજીવીસીએલમાં કાયમી ધોરણે નાયબ કાર્યપાલકની જગ્યા ભરો

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજબિલ ભરવા માટે નવી બારીની જરૂરીયાત : પીજીવીસીએલ ઓફિસ જર્જરીત

રાજુલામાં પીજીવીસીએલ કચેરીમાં છેલ્લા ત્રણ માસથી નાયબ કાર્યપાલક ઈજનેરની જગ્યા ખાલી છે. જેના કારણે લોકોના વિજ પ્રશ્નોનો નિકાલ સમયસર થતો નથી. અહી આવતા અરજદારોને હાલાકી વેઠવી પડે છે. વિજબીલ ભરવા માટે એક જ બારી હોવાથી લાંબી લાઈનો લાગે છે. ઉપરાંત વિજફોલ્ટ રીપેર થતા નથી. જેના કારણે લોકો પરેશાન છે. ત્યારે રાજુલામાં પીજીવિસીએલ કચેરીમાં લોકોના પડતર પ્રશ્નોનો નિકાલ કરવા લોક માંગણી ઉઠી છે.

શહેરમાં વિજ પુરવઠો પુરો પાડવા માટે બે ભાગમાં ફીડર આવેલા છે. પણ વિજળીની માંગ વધારે હોવાથી વિજફોલ્ટની સમસ્યા સર્જાય છે. જેના કારણે શહેરમાં અવાર- નવાર વિજપુરવઠો ખોરવાય છે.અહીની પીજીવીસીએલ કચેરીમાં ત્રણ માસથી નાયબ કાર્યપાલક ઈજનેર જ નથી. અહી સાવરકુંડલાના અધિકારીને રાજુલાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

તે ઓ રાજુલા સમયમર્યાદાના કારણે પહોંચી શકતા નથી. ઉપરાંત જિલ્લામાં વધુ આવક ધરાવતા રાજુલામાં વિજબિલ ભરવા માટે લાંબી લાઈનો લાગે છે.અહી કાયમી ધોરણે અધિકારીની નિમણૂંક કરવા, કચેરીનું નવું બિલ્ડીંગ બનાવવા, વિજ કર્મચારીઓને કર્વાટર ફાળવવા, ફોલ્ટ રીંપેરીંગ માટે ટીમ વધારવા, એક ફિડર વધારવા, વિજબીલ ભરવા માટે એક વધારાની બારી ખોલવા અને લોકોના પડતર વિજ પ્રશ્નોનો નિકાલ કરવા પૂર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...