લોકપ્રતિનિધિ સંવાદ:જાફરાબાદમાં લોકપ્રતિનિધિ સંવાદ કાર્યક્રમ યોજાયો, C.R.પાટીલે સરકારની વિવિધ યોજનાની માહિતી આપી

અમરેલી2 મહિનો પહેલા

ગુજરાત રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી લડવા ઈચ્છતા લોકો સતત શક્તિ પ્રદશન કરી રહ્યા છે. અમરેલીના જાફરાબાદ શહેરમાં મોડી સાંજે કોળી સમાજના પટેલ કરણ બારૈયા દ્વારા શક્તિ પ્રદશન કરવામાં આવ્યું હતું. તેમજ અહીં લોક પ્રતિનિધિ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ ગામના સરપંચો સહિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિપક્ષ ઉપર પ્રહારો કર્યા
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, સાંસદ નારણ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી, ડો.ભરત કાનાબાર સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની હાજરી વચ્ચે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સરકારની વિવિધ યોજના અંગે માહિતી આપી હતી અને વિપક્ષ ઉપર પ્રહારો કર્યા હતા.
મોડી રાતે લોકડાયરો યોજાયો
મોડી રાતે કન્યા વિધા સહાય યોજના અંતર્ગત ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા નામાંકિત કલાકારો દેવાત ખવડ, હકાભા, અલ્પા પટેલ સહિત કલાકારોએ ડાયરામાં રમઝટ બોલાવી હતી. અગાવ થોડા મહિના પહેલા જાફરાબાદ શહેરમાં કોળી સમાજના પટેલ અગ્રણી કરણ બારૈયા દ્વારા મોટી સંખ્યામાં શક્તિ પ્રદશન કર્યું હતું.ત્યારબાદ ફરી આજે કરણ બારૈયા દ્વારા સી.આર.પાટીલની હાજરીમાં શક્તિ પ્રદશન યોજાયું હતું.

અન્ય સમાચારો પણ છે...