તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:અમરેલીના લોકો 1 સપ્તાહથી બેવડી ઋતુનો અનુભવ કરે છે

અમરેલી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સવારે ઠંડી, બપાેરે ગરમી : અાકાશમાં વાદળાે પણ ઘેરાયા
 • ન્યુનત્તમ પારમાં એક ડિગ્રીનો વધારો થઇ 12.4 એ પહોંચ્યો

અમરેલી પંથકમા હવે શિયાળાે તેના અંત તરફ અાગળ ધપી રહ્યાે છે. ત્યારે વારંવાર વાતાવરણમા બદલાવ જાેવા મળી રહ્યાે છે. હાલ અહી વહેલી સવારે ઠંડી અને બપાેરે ગરમી અેમ બેવડી ઋતુ પ્રવર્તી રહી છે. અાજે શહેરનુ ન્યુનતમ તાપમાન 12.4 ડિગ્રી નાેંધાયુ હતુ.

અમરેલી શહેરમા પાછલા કેટલાક દિવસાેથી બેવડી ઋતુ જાેવા મળી રહી છે. થાેડા દિવસ પહેલા અહી પવનાે ફુંકાયા હતા. તાે હાલ વહેલી સવારે ઠંડી અને બપાેર થતા સુધીમા ગરમી પડી રહી છે. અહી સવારે ઠંડીનાે પારાે નીચાે રહે છે અને બપાેર થતા સુધીમા તાપમાન ઉંચકાઇ જાય છે. અાજે શહેરનુ મહતમ તાપમાન 32.6 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 12.4 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ 63 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 2.8 કિમીની રહી હતી.

શહેરમા અાજે બપાેરે અાકાશમા વાદળાે ઘેરાયેલા પણ નજરે પડી રહ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામા થાેડા દિવસાે પહેલા અાકરી ઠંડી પડી રહી હતી. જાે કે બાદમા કેટલાક સમયથી બેવડી ઋતુ જાેવા મળી રહી છે. વહેલી સવારે લાેકાેને ગરમ વસ્ત્રાે પહેરવાની ફરજ પડી રહી છે. તાે બપાેરના સુમારે ગરમીનાે લાેકાે અનુભવ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો