જળાશય છલોછલ:નીચાણવાળા વિસ્તારના 10 ગામના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઇ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 10 પૈકી 3 જળાશય છલોછલ: રાજુલા પંથકનો ધાતરવડી-2 ડેમ 70 ટકા ભરાયો

અમરેલી જિલ્લામા દસ જળાશયો પૈકી ત્રણ જળાશયો છલોછલ ભરેલા છે. અને હવે રાજુલાના ખાખબાઇ નજીક આવેલ ધાતરવડી-2 ડેમ પણ 70 ટકા ભરાઇ જતા હેઠવાસના ગામેાને એલર્ટ કરાયા છે. ચાલુ ચોમાસામા અત્યાર સુધીમા અમરેલી જિલ્લામા ખોડિયાર ડેમ, ધાતરવડી-1 ડેમ અને વડીયા ડેમ સંપુર્ણપણે ભરાયા છે. ખોડિયાર અને ધાતરવડી-1 ડેમ લાંબા સમયથી ઓવરફલો થઇ રહ્યાં છે.

જયારે વડીયા ડેમની સપાટી ચાલુ સપ્તાહે જ સો ટકાએ પહોંચી છે. દરમિયાન પાછલા બે દિવસ દરમિયાન ધાતરવડી-2 ડેમના ઉપરવાસમા વરસાદ પડતા ડેમમા પાણીની ધીમી આવક થઇ હતી. જેને પગલે હવે આ ડેમ 70 ટકા ભરાઇ ગયો છે. ઉપરાંત અહી પાણીની ધીમી આવક ચાલુ છે.

આજે વહિવટી તંત્ર દ્વારા ધાતરવડી-2 ડેમના હેઠવાસમા આવતા ખાખબાઇ, હિંડોરણા, છતડીયા, વડ, ભચાદર, ધારાનો નેસ, ઉચૈયા, રામપરા-2, કોવાયા તથા લોઠપુર ગામના લોકોને નદીના પટમા અવરજવર ન કરવા સુચના અપાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે શેલદેદુમલ ડેમ પણ હાલના રૂલ લેવલ મુજબ ભરેલો હોય તેમાથી અગાઉથી જ પાણી છોડાયુ છે.

અન્ય સમાચારો પણ છે...