તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહારો:ખુલ્લામાં રહેતા લોકો માટે રેન બસેરામાં સહારો મળશે

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બહારથી આવતા છાત્રો અને ખેડૂતોને પણ લાભ મળશે

અમરેલીના સાવરકુંડલા રોડ પર ખુલ્લામાં રહેતા વ્યક્તિઓ માટે આધુનિક શેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. જેમાં લાઈટ પાણી અને શોચાલયની સુવિધા ઉભી કરવામાં આવી છે. અહીં બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ અને ખેડૂતોને પણ 24 કલાક માટે રહેવાનો લાભ મળશે.

નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન અને અમરેલી નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે શહેરના સાવરકુંડલા રોડ પર રૈન બસેરાના આધુનિક બિલ્ડીંગ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ઘર વિહોણા લોકોને 24 કલાક માટે રહેવાનો લાભ મળશે. અહીં તમામ પ્રકારની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. રૈન બસેરામાં રસ્તે રઝળતા લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.

તેમજ બહાર ગામથી કોઈ કામ સબબ અમરેલીમાં આવનાર વિદ્યાર્થીઓ અને ખેડૂતો સહિતના લોકોને પણ રહેવાનો લાભ મળશે.અહીં રહેવાની સુવિધા ઉભી થતા રોડ પર રહેતા લોકોને ઠંડી, વરસાદ અને તડકાથી રક્ષણ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો