• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • People Including Chakchar, Mayabhai Ahir And Ambareesh Der Rushed To The Spot After The Youth Of Khambha Was Trapped In Wadi Area

આશાસ્પદ યુવાનનો આપઘાત:ખાંભાના યુવાને વાડી વિસ્તારમાં ગાળાફાંસો ખાઇ લેતાં ચકચાર, માયાભાઈ આહીર અને અંબરીષ ડેર સહિતના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવક વિસ્તારના આંગડીયા પેઢી, ખેતી સહિત ધંધા સાથે સંકળાયેલા જાણીતા વ્યક્તિ હતા
  • પતિ-પત્ની વચ્ચે મનદુઃખના કારણે આપઘાત કર્યાનું પોલીસનું પ્રાથમિક તારણ
  • ઘટનાને લઈને ખાંભા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ

અમરેલી જિલ્લામાં આવેલ ખાંભા પંથકના જાણીતા આશાસ્પદ યુવાન કિરીટ મોભે પોતાના વાડી વિસ્તારમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં ખાંભા સહિત આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બનાવને પગલે મૃતકનો પરિવાર શોકમય બન્યો છે. આ સમાચાર મળતા લોક સાહિત્યકાર કલાકાર માયાભાઈ આહીર, ધારાસભ્ય અંબરીષ ડેર સહિતના લોકો દોડી આવ્યા હતા અને તેમની અંતિમ યાત્રામાં જોડાયા હતા.

કિરીટ મોભ ખાંભા વિસ્તારમાં આંગડીયા પેઢી, ખેતી સહિતના ધંધા સાથે સંકળાયેલ વ્યક્તિ હતા અને અનેક રાજકીય વ્યક્તિઓ સાથે પણ સારા સંબંધો ધરાવતા હતા. જ્યારે તેમણે આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તાર ચકચાર મચી ગઇ છે. ઘટનાને લઈને ખાંભા પોલીસ પણ દોડી ગઈ હતી.

ખાંભા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ પતિ-પત્નીને મનદુઃખ હોવાના કારણે યુવાને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તારણ બહાર આવ્યું છે. જ્યારે આ યુવકે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે, જેના કારણે તેમનું મોત થયું છે. પરંતુ છતાં પણ યુવકે કરેલા આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...