હાલાકી:વડિયા મામલતદર કચેરીમાં લોકોને રેશનકાર્ડની કામગીરીમાં હાલાકી

વડીયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓ અરજદારોને ગણકારતા નથી: તાલુકા ભાજપ મહામંત્રીની મહેસુલ મંત્રીને રજૂઆત

વડીયા મામલતદાર કચેરીમાં છેલ્લા ઘણા સમયથી લોકોને રેશનકાર્ડની કામગીરીમાં હાલાકી વેઠવી પડે છે. અહી આવતા અરજદારોને અધિકારીઓ યોગ્ય જવાબ પણ આપતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે મામલતદાર કચેરીમાં લોકોને પડતી મુશ્કેલી દુર કરવા અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા વડીયા તાલુકા ભાજપ મહામંત્રીએ મહેસુલમંત્રીને રજૂઆત કરી હતી.

વડીયા તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમરે રજૂઆતમાં જણાવ્યું હતું કે સરકારે હવે લોકોના કામ નહી કરનાર અધિકારીઓ સામે લાલ આંખ કરી છે. પણ મહેસુલ વિભાગમાં કેટલાક પેધી ગયેલા અને લાલીયાવાડીથી ટેવાયેલા અધિકારી કોઈને દાદ દેતા નથી. જેના કારણે લોકોને હાલાકી વેઠવી પડે છે. આવી સ્થિતિ વડીયા મામલતદાર કચેરીમાં જોવા મળે છે.

અહી નાયબ મામલતદાર અરજદારોને તો જવાબ દેતા નથી. પણ હવે ખુદ મામલતદારનું પણ માનતા નથી. અહી રેશનકાર્ડમાં નામ સુધારણા માટે આવતા અરજદારોના કામ થતા નથી.​​​​​​​ જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી લોકોને ધક્કા ખાવા પડે છે. અને અનેક પ્રકારની અગવડોનો સામનો કરવો પડે છે. ત્યારે આવા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા તાલુકા ભાજપ મહામંત્રીએ અમરેલી જિલ્લા પ્રભારી મંત્રી, મહેસુલ મંત્રી, જિલ્લા કલેકટર અને જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી. તેમજ મામલતદાર કચેરીમાં અરજદારોની મુશ્કેલી દુર કરવા તેમણે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...