તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજ સમસ્યા:રાજુલા શહેરની શિક્ષક સોસાયટીમાં વીજળીના ધાંધિયાથી લોકો પરેશાન

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ કંપનીનો ઈન્કવાયરી ફોન પણ બંધ : વીજ પ્રશ્ન હલ નહીં તો આંદોલન

રાજુલામાં શિક્ષક સોસાયટી અને કોહિનૂરથી બાવળીયાની વાડી સુધી વીજળીના ધાંધિયા જોવા મળે છે. ગઈ રાત્રે પણ વિજળી ગુલ થઈ હતી. અહી કલાકો સુધી લાઈટ ન આવતા લોકો પરેશાન થઈ ગયા હતા. પણ વિજ તંત્રનો ઈન્કવાયરી નંબર જ બંધ હતો. ત્યારે રાજુલામાં વિજ પ્રશ્ન હલ કરવા લોક માંગણી ઉઠી હતી. આગામ દિવસોમાં વિજ સમસ્યા હલ નહી થાય તો સ્થાનિક લોકોએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ, રાજુલા શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વિજ તંત્રના ધાંધીયા જોવા મળે છે. અહી દિવસ અને રાત્રીના વિજળી ગુલ થવાના બનાવો સતત બની રહ્યા છે. ગતરાત્રીના શહેરની શિક્ષક સોસાયટી અને કોહિનૂરથી બાવળીયાની વાડી સુધી વિજળી ગુલ થઈ હતી. રાત્રીના 9 કલાક સુધી અહીના વિસ્તારમાં વિજળી આવી જ ન હતી. ગૌરાંગભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વિજ તંત્રના અધિકારીઓના ફોન બંધ આવે છે. તેમજ ઈન્કવાયરી ફોન પણ બંધ રહે છે.

જેના કારણે લોકો પોતાની સમસ્યા પણ જણાવી શકતા નથી. અને રાત્રીના લાઈટ ન હોવાથી બાળકો અને મહિલાને અનેક પ્રકારની સમસ્યા વેઠ‌વી પડે છે. વધુમાં સ્થાનિક ઘનશ્યામભાઈ મશરૂએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં શહેરમાં વિજ પ્રશ્ન હલ નહી થાય તો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા સહિત વિવિધ સંસ્થાને સાથે રાખી ઉગ્ર આંદોલન હાથ ધરવામાં આવશે. આમ, સત્વરે યોગ્ય કરવા ગામ લોકોમાંથી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...