સમગ્ર રાજ્યમાં મકરસંક્રાતિ નિમિત્તે આજે લોકો પતંગ ઉડાવવાની મજા માણતા જોવા મળી રહ્યાં છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ ઉત્તરાયણ નિમિત્તે રંગેચંગે ઉજવણી કરાઈ રહી છે. જેના કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ છવાયો છે. ઘરની અગાસી અને ફ્લેટના મોટા ધાબાઓ ઉપર વહેલી સવારથી લોકો પતંગ, દોરી અને નાસ્તાઓ લઈ પહોંચી ગયા છે. સારો એવો પવન હોવાને કારણે પતંગ રસિયાઓમાં જુસ્સો પણ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં સાવરકુંડલા અને રાજુલા પંથકમાં પતંગરસિયાઓ જોવા મળી રહ્યા છે.
પ્રથમ વખત ચાઈનીઝ દોરીનો ઉપયોગ નથી કર્યો
આ ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરીનું વેચાણ થાય તે પહેલાં પોલીસ દ્વારા દરોડા પાડી મોટાભાગની ચાઈનીઝ દોરીઓ કબ્જે કરી લેવામાં આવી છે. લોકો પણ સ્વીકારી રહ્યા છે કે ચાઈનીઝ દોરીથી પક્ષી સહિત લોકોના ગળા કપાય છે. જેના કારણે આ વર્ષે અહીં ચાઈનીઝ દોરી નથી જોવા મળી.
ચાઈનીઝ દોરીની ઉપયોગ ન કરવાની પ્રતિજ્ઞા
સાવરકુંડલાના યુવાન પતંગ રસિયા કેવલ બગડાએ જણાવ્યું હું પહેલા ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતો, પરંતુ હવે તે નથી વાપરતો. તેણે વધુમાં જણાવ્યું કે ઘણા પક્ષીઓ આપણા કારણે મૃત્યુ પામી રહ્યાં છે. જેથી હું અને મારો પરિવાર કોઈ દિવસ ચાઈનીઝ દોરીનો ઉપયોગ નહિ કરે, મેં અને મારા પરિવારે તો આજે પ્રતિજ્ઞા લીધી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.