ખરીદી:જિલ્લામાં 9 સેન્ટર પર લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17 દિવસમાં 16108 ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું, પુરવઠા વિભાગે તૈયારી શરૂ કરી દીધી

અમરેલી જિલ્લામાં 9 સેન્ટર પર લાભપાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે. અહી 17 દિવસમાં 16108 ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હજુ પણ આગામી દિવસોમાં રજીસ્ટ્રેશનની સંખ્યામાં વધારો થશે. જિલ્લા પુરવઠા નિગમની ટીમે ટેકાની મગફળીની ખરીદીને લઈને સમગ્ર તૈયારીઓ શરૂ કરી છે.

ઓણસાલ રૂપિયા 1155ના ભાવે ટેકાની મગફળી ખરીદી થવા જઈ રહી છે. અત્યારે ગામડાઓમાં વીસીઈ મારફત રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલી રહી છે. પણ લાભપાંચમના દિવસે મગફળીની ખરીદી શરૂ કરાશે. ગત વર્ષે એક ખાતેદાર દીઠ 2500 કિલ્લો મગફળીની ખરીદી કરાય રહી હતી. પણ આ વર્ષે એક ખાતેદાર દીઠ કેટલી મગફળીની ખરીદી કરાશે. તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય થયો નથી. જિલ્લા પુરવઠા નિગમના હેતલબેન ખેતાણીએ જણાવ્યું હતું કે જિલ્લામાં ટેકાની મગફળી ખરીદીમાં 9 સેન્ટર તૈયાર કર્યા છે.

લાભપાંચમથી અમરેલી, ધારી, સાવરકુંડલા,બાબરા, ખાંભા, રાજુલા અને જાફરાબાદ એપીએમસી ખાતે ખરીદી શરૂ થશે. બીજી તરફ લાઠી- લીલીયા તાલુકાની લાઠી એપીએમસી અને વડીયા- બગસરા તાલુકાની બગસરા એપીએમસી ખાતે ખરીદી કરાશે. જિલ્લામાં ગત વર્ષે 37 હજાર ખેડૂતોએ ટેકાની મગફળીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તો ઓણસાલ 17 દિવસમાં 16108 ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. આગામી દિવસોમાં રજીસ્ટ્રેશનની સંખ્યામાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...