તંત્ર:જિલ્લામાં ટેકાના ભાવે મગફળીનું રજીસ્ટ્રેશન શરૂ કરાશે

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લા પુરવઠા નિગમ અધિકારી મકવાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 1055ના ભાવે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. હાલ પુરવઠા વિભાગની વી.સી મારફત ખરીદીનું આયોજન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. 1 ઓક્ટોબર જિલ્લામાં મગફળી રજીસ્ટ્રેશન શરૂ કરાશે. વધુમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષની જેમ 9 સ્થળે રજીસ્ટ્રેશન શરૂ કરાશે. જેમાં અમરેલી, સાવરકુંડલા, ધારી, રાજુલા અને લાઠી મળી કુલ 9 સ્થળનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમજ 21મીથી રજીસ્ટ્રેશન સ્થળના એપીએમસી પર ખરીદી શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...