તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:રાજુલા હાેસ્પિટલમાં તબીબ સહિત સ્ટાફની ઘટ હોવાથી દર્દીઓ પરેશાન

અમરેલી15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાલ 4 ડોકટર ફરજ બજાવી રહ્યાં છે: તાકિદે સ્ટાફની ઘટ પુરી કરવા માંગ

રાજુલામા અાવેલ ભુતા વાેરા હાેસ્પિટલમા હાલ તબીબ સહિત સ્ટાફની ઘટ હાેય અાસપાસના ગામાેમાથી અાવતા દર્દીઅાેને સારવાર લેવામા મુશ્કેલી પડી રહી છે. અહી 45 બેડ છે પરંતુ અપુરતા સ્ટાફના કારણે હાલાકી પડી રહી હાેય તાકિદે સ્ટાફની ઘટ પુરી કરવા માંગ ઉઠી છે. અેકાદ વર્ષ પહેલા કરેાડાેના ખર્ચે હાેસ્પિટલનુ બિલ્ડીંગ બનાવાયુ હતુ. જાે કે હાલ અાેપરેટરાેના વાંકે મશીનરી પણ અેમને અેમ પડી રહી છે. હાલ અહી પાંચ તબીબની ઘટ પડી રહી છે. અહી 45 બેડ કાર્યરત છે. અેક તરફ કાેરાેનાની મહામારી ચાલી રહી હાેય અહી દર્દીઅાેની સંખ્યા પણ વધી રહી છે.

હાલમા ફરજ બજાવતા ડાે. વિનુભાઇ કલસરીયા, ડાે.પીઠડીયા, ડાે.જેઠવા, ડાે.રીબડીયા વિગેરે રાત દિવસ જહેમત ઉઠાવી રહ્યાં છે. અહી રાજુલા જાફરાબાદ તાલુકામાથી લાેકાે સારવાર લેવા માટે અાવે છે. પરંતુ સ્ટાફના અભાવે દર્દીઅાેને સારવાર લેવામા પણ મુશ્કેલી પડી રહી છે. હાલ હાેસ્પિટલમા પણ બેડ ફુલ થઇ જતા હાેય અનેક દર્દીઅાેને હાેસ્પિટલના મેદાનમા જ તબીબાે તપાસ કરી લે છે. ત્યારે તાકિદે હાેસ્પિટલમા પુરતા સ્ટાફની નિમણુંક કરવામા અાવે તેવુ લાેકાે ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો