રોષ:બગસરા-મહુવા રૂટની એસ.ટી બસ કંડક્ટરના અભાવે બંધ થતા ગ્રામીણ વિસ્તારના મુસાફરો અને વિદ્યાર્થીઓ પરેશાન

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓ અને સ્થાનિકોએ એસ.ટી વિભાગે સામે નારાજગી દર્શાવી ગામડામાં માત્ર 1 બસ આવતી હતી તે પણ બંધ થઈ હોવાથી રોષ જોવા મળ્યો

અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પંથકમાંથી પસાર થતી બગસરા મહુવા એસ.ટી બસ વાયા જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા, કોળી કંથારીયા, સરોવડા સહીત આસપાસના ગામડામાંથી દરરોજ પસાર થતી હતી. જેના કારણે મુસાફરો અને વિદ્યાર્થીઓને સારી સુવીધા મળતી હતી. જોકે, છેલ્લા 15 દિવસથી આ એસ.ટી બસના રૂટમાં આ ગામડાને બાકાત કરાતા રોષ જોવા મળી રહ્યો છે. 40થી વધુ વિદ્યાર્થીઓ પછાત ગામડામાંથી આવે છે જે હાલ રઝળી પડ્યાં છે. આ ગામડામાંથી માત્ર 1 બસ આવતી હતી તે પણ બંધ થઈ હોવાથી વિદ્યાર્થીઓમાં અને મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો.

બસ બંધ થતા લોકોમાં નારાજગીએસટી વિભાગમાંથી જાણવા મળતી વિગતો મુજબ કંડક્ટરના અભાવે આખો રૂટ બંધ થયો છે. આ રૂટથી એસ.ટી વિભાગને ખુબ આવક થતી હતી, પરંતુ એસ.ટી વિભાગ પાસે કંડક્ટર ન હોવાને કારણે બસ બંધ કરવાની ફરજ પડી છે. આ બસ દ્વારા ગ્રામીણ વિસ્તારના મુસાફરો તેમજ વિદ્યાર્થીઓને શહેરમાં પહોંચવામાં મદદરૂપ થતી હતી. જોકે, બસ બંધ થઈ જતા તમામને મુશ્કેલી ઉભી થઈ છે. કંડક્ટરના અભાવે બસને બંધ કરવામાં આવતા લોકોની સાથે સાથે એસ.ટી વિભાગને પણ આર્થીક ખોટ પડી રહી છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કોઈ નિરાકરણ લાવશે કે કેમ તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. એક તરફ સરકાર એસ.ટી હાથ ઉંચો કરો અને બેસો સૂત્ર આપી લોકોને સુવિધા આપવાની વાતો કરે છે, તેવા સમયે આ પ્રકારની સ્થિતિ સર્જાતા લોકોમાં નરાજગી જોવા મળી રહી છે.

બસ વહેલી તકે શરૂ કરવાની માંગ કરાઈબગસરા ડેપો મેનેજર મમતાબેન જોશીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, કંડક્ટર ન હોવાને કારણે બસ બંધ છે. કંથારીયા ગામના સરપંચ હરેશ વરુએ જણાવ્યું કે, આ બસ બંધ થતા અમારા ગામ અને આસપાસના ગામડાના વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે. એસ.ટી ડેપોમાં કોઈ જવાબ આપતું નથી. ખેડૂતો પણ રાજૂલા જઈ શકતા નથી. જેના કારણે ખુબ મુશ્કેલી ઉભી થઈ છે. ત્યારે તાત્કાલીક આ બસ શરૂ થાય જેથી વિદ્યાર્થીઓનું ભણતર બગડે નહીં.

આ બાબતે એસ.ટી વિભાગને રજૂઆત કરાઈતાલુકા પંચાયત સદસ્ય અનિરુદ્ધ વાળાએ જણાવ્યું કે, એસ.ટી બસ બંધ થતા લોકો અને વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. ત્યારે અમે એસ.ટી વિભાગ અને પૂર્વ સંચદીય સચિવને આ બાબતે રજૂઆત કરી છે અને વહેલી તકે બસ શરૂ થાય તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...