તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ જપ્ત:ચાવંડ નજીક વાહનમાંથી દારૂની 45 બાેટલ સાથે પરપ્રાંતિય ઝબ્બે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાેલીસે કુલ રૂપિયા 2.18 લાખનાે મુદ્દામાલ કબજે લીધાે

અમરેલી જિલ્લામા દારૂની હેરાફેરી અને વેચાણની પ્રવૃતિને ડામવા પાેલીસે કમર કસી છે. ત્યારે અેલસીબી પાેલીસે લાઠીના ચાવંડ નજીક પસાર થતા અેક વાહનને અટકાવી તલાશી લેતા વિદેશી દારૂની 45 બાેટલ મળી અાવી હતી. પાેલીસે પરપ્રાંતિય શખ્સને ઝડપી લઇ 2.18 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે.

જિલ્લા પાેલીસવડા નિર્લિપ્ત રાયની સુચનાથી અેલસીબીના ઇન્ચાર્જ પીઅાઇ અાર.કે.કરમટા, પીઅેસઅાઇ પી.અેન.માેરી તથા સ્ટાફે અહી વાેચ ગાેઠવી હતી. અહીથી પસાર થતા વાહન નંબર અેમપી 09 બીઅે 8960ને અટકાવી તલાશી લેતા તેમાથી ઇંગ્લીશ દારૂની 45 બાેટલ મળી અાવી હતી.

પાેલીસે વાહન ચાલક નરેન્દ્ર જાેહરીલાલ માેહનીયા (ઉ.વ.23)ની ધરપકડ કરી હતી. પાેલીસે અહીથી વિદેશી દારૂની 45 બાેટલ કિમત રૂપિયા 13500, માેબાઇલ, વાહન મળી કુલ રૂપિયા 2.18 લાખનાે મુદામાલ કબજે લીધાે હતાે.

અન્ય સમાચારો પણ છે...