પરેશ રાવળનો રોડ શો:સાવરકુંડલા બેઠકના ભાજપના ઉમેદવારના સમર્થનમાં પરેશ રાવળનો રોડ શો યોજાયો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં આજે પાંચેય વિધાન સભા બેઠકમાં અંતિમ છેલ્લા દિવસે પ્રચાર કરી લેવા રાજકીય પક્ષો દ્વારા સભાઓ રેલી ડોર ટુ ડોર પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. રીતસર ઉમેદવારો અહીં દોડા દોડી કરી રહ્યા છે. આજે છેલ્લો દિવસ હોવાને કારણે તમામ રાજનેતાઓ વહેલી સવારથી પ્રચાર શરૂ કર્યો છે. સાંજે 5 વાગે તે પહેલા મોટા કાર્યકર્મો યોજી પ્રજાના દિલ જીતી લેવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે આજે સાવરકુંડલા વિધાન સભા બેઠક પર ભાજપના ઉમેદવાર મહેશ કસવાળાના સમર્થનમાં અભિનેતા પરેશ રાવળનો રોડ શો યોજાયો હતો. ખુલ્લી જીપમાં સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારના રાજમાર્ગો ઉપર રોડ શો કર્યો હતો.

જાફરાબાદ શહેરમાં કોંગ્રેસની સભા યોજાઇ
રાજુલા 98 વિધાન સભા બેઠક ઉપર જાફરાબાદ શહેરમાં કોંગ્રેસના ઉમેદવાર અંબરીષ ડેર દ્વારા જન આશીર્વાદ સભા યોજી હતી. જેમાં મોટી સંખ્યામા સમર્થકો કાર્યકરો ઉમટી પડ્યા હતા. આમ છેલ્લી ઘડીએ નેતાઓ સતત દોડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...