ધાનાણીએ મંજીરા વગાડ્યા:અમરેલીના જેસિંગપરામાં આવેલા રામજી મંદિરમાં ભક્તોની સાથે પરેશ ધાનાણી રામધૂનમાં મગ્ન જોવા મળ્યા

અમરેલી2 મહિનો પહેલા
  • પૂર્વ વિપક્ષી નેતાનો રામધૂનમાં રમઝટ બોલાવતો વીડિયો વાઈરલ

અમરેલીના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીના સામાન્ય લોકોની માફક કામ કરતા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાઈરલ થતા રહે છે. ત્યારે હાલ અમરેલીના જેસિંગપરામાં આવેલા રામજી મંદિરમાં ચાલી રહેલી રામધૂનમાં મંજીરાની રમઝટ બોલાવાત ધાનાણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

રામજી મંદિરમાં રામધૂન સમયે ધાનાણીએ મંજીરા પર હાથ અજમાવ્યો
અમરેલીના જેસિંગપરામાં આવેલા રામજી મંદિરમાં ચાલી રહેલી રામધૂનમાં મોટી સંખ્યામાં ભક્તો કિરતાલ અને મંજીરા સાથે રામધૂનની રમઝટ બોલાવતા હતા. જેઓની સાથે પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી પણ સામેલ થયા હતા અને હાથમાં મંજીરા લઈ રામધૂનમાં મગ્ન જોવા મળ્યા હતા.

ધાનાણીના વીડિયો અવાર નવાર વાઈરલ થતા રહે છે​​​​​​
પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીના ભૂતકાળમાં અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ચૂક્યા છે. ચૂંટણી સમયે એક્ટિવા પર ફરતા, ભજીયા બનાવતા, સાપ પકડતા, બસ ચલાવતા વીડિયો વાઈરલ થઈ ચૂક્યા છે.

અમરેલી શહેરના જેસિંગપરા વિસ્તારમાં નવા રામજી મંદિરે 8માં વાર્ષિકોત્સવ નિમિતે અખંડ રામધૂનમાં ગૌમાતાને લીલોચારો, શ્વાનને લાડુ, પક્ષીને ચણ તેમજ બાળકોને અલ્પાહાર પ્રસાદી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...