ડ્રગ્સ કૌભાંડ:અન્ય ટ્રાવેલ્સમાં પણ પાર્સલની થતી હતી હેરાફેરી

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોડા નાણા માટે ટ્રાવેલ્સ સંચાલકો કોઇપણ ખરાઇ વગર પાર્સલ સ્વીકારી લે છે

થોડા દિવસ પહેલા એટીએસએ લીલીયાના બે તથા રાજુલાના એક શખ્સને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા બાદ ખાનગી ટ્રાવેલ્સમા પાર્સલ દ્વારા ડ્રગ્સ મોકલાતુ હોવાનુ ખુલ્યુ હતુ અને રાજુલાની જલારામ ટ્રાવેલ્સમાથી એક પાર્સલ કબજે પણ લેવાયુ હતુ. પરંતુ અન્ય ટ્રાવેલ્સમા પણ પાર્સલની હેરાફેરી થતી હોવાનુ જાણવા મળેલ છે.

અમરેલી જિલ્લામાથી લાંબા રૂટ પર ચાલતી ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો કોઇપણ વ્યકિત દ્વારા મોકલાતા પાર્સલ પણ સ્વીકારી લે છે. ટ્રાવેલ્સના સંચાલકો અથવા ડ્રાઇવર કલીનર થોડા નાણાની લાલચમા આવી જઇ પાર્સલમા શું છે તેની કોઇ ખરાઇ કરતા નથી. અને આ પાર્સલ સ્વીકારી લે છે.

પાર્સલ લેવા આવનાર વ્યકિતનુ માત્ર નામ અથવા મોબાઇલ નંબર આપવામા આવે છે. અન્ય કુરીયર સર્વિસ કે પોસ્ટની જેમ આ પાર્સલને તેના સરનામા પર પહોંચાડવાનુ હોતુ નથી. પરંતુ જે તે વ્યકિત ટ્રાવેલ્સની ઓફિસે આવી પાર્સલ લઇ જવાનો હોય છે. જેથી પાર્સલ પર કોઇ સરનામુ લખાતુ નથી. માત્ર વ્યકિતનુ ટુંકુ નામ કે મોબાઇલ નંબર લખેલા હોય છે. રાજુલાની જલારામ ટ્રાવેલ્સની ઓફિસમા ડ્રગ્સ પેડલરોએ મોકલેલુ પાર્સલ કોઇ લેવા આવ્યું ન હતુ અને એટીએસની સુચનાથી અમરેલી એસઓજીએ આ પાર્સલ કબજે લીધુ હતુ.

અન્ય સમાચારો પણ છે...