અમરેલી સહિત જિલ્લાભરમાં આજે સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામ જયંતિની ભાવભેર ઉજવણી કરવામા આવી હતી. ઠેરઠેર શોભાયાત્રા, સમુહ યજ્ઞાપવિત, બ્રહ્મચોયાર્સી, પુજન અર્ચન સહિત કાર્યક્રમો યોજાયા હતા.
અમરેલીમાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. અહીના નાગનાથ મહાદેવ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. અને રેલવે સ્ટેશન નજીક આવેલ પરશુરામ મંદિરે સંપન્ન થઇ હતી. અહી પુજન અર્ચન સહિત કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામા બ્રહ્મસમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
સાવરકુંડલામા પરશુરામ સેના દ્વારા પરશુરામ ભગવાનનો પ્રાગ્ટય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. અહીના બ્રહ્મપુરીથી વાજતે ગાજતે ધ્વજા સાથે પરશુરામની શોભાયાત્રા નીકળી હતી. બોઘરીયાણી ખોડિયારના મહંત મહેશગીરીબાપુ, બટુકદાદા, રાજુભાઇ દોશી, ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. સમુહ યજ્ઞોપવિતમા 15 બટુકોનુ યજ્ઞોપવિત કરાયુ હતુ. કાર્યક્રમનુ સંચાલન મયુરભાઇ દેસાઇએ કર્યુ હતુ. મુકેશભાઇ ત્રિવેદી સહિત યુવાનોએ જહેમત ઉઠાવી હતી.
જયારે રાજુલામાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આસ્થાભેર ઉજવણી કરાઇ હતી. અહી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમા પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી સહિત આગેવાનો જોડાયા હતા. અહી પ્રવેશદ્રારનુ ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, છત્રજીતભાઇ ધાખડા, ભાનુદાદા, ભરતભાઇ વ્યાસની ઉપસ્થિતિમા લોકાર્પણ કરાયુ હતુ. જેમા પરશુરામ માર્ગનુ નામકરણ કરાયુ હતુ. શોભાયાત્રામા પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.
ધારીમાં પરશુરામજીની શોભાયાત્રા
ધારીમા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતિની ભાવભેર ઉજવણી કરાઇ હતી. અહી સાંજે બ્રહ્મસમાજની વાડીએથી ભવ્ય શોભાયાત્રા નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમા મોટી સંખ્યામા સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.