તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Panchayat To Keep A Herd Of Donkeys Outside The House Of A Person Violating Kovid Guidelines In Jabal Village Of Savarkundla

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચિત્ર નિર્ણય:સાવરકુંડલાના જાબાળ ગામમાં કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરનારના ઘરની બહાર પંચાયત ગઘેડાનું ટોળું ઉભું રાખશે

અમરેલી9 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતમાં ફેલાયેલી કોરોના મહામારી દરમિયાન કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરનાર વ્યકિત પાસેથી સરકાર દંડની વસૂલાત કરી રહી છે. તેમ છતા લોકો દંડનો ભંગ કરતા નજરે પડી રહ્યા છે. એવામાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાની એક ગ્રામપંચાયતે કોવિડ ગાઈડલાઈન્સના ભંગ બદલ જે તે વ્યકિત શરમ અનુભવે તે માટે તેના ઘરની બહાર ગઘેડાનું ટોળું ઉભુ રાખવાનો વિચિત્ર નિર્ણય કર્યો છે.

સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામના સરપંચ ભુપેન્દ્ર ખુમાણ તરફથી કરવામા આવેલા આ નિર્ણયની તમામ ગામલોકોને જાણ થાય તે માટે ગામમાં ઢોલ વગાડી જાહેરાત કરવામા આવી હતી. જેમાં કહેવામા આવ્યું હતું કે, ગામલોકો માસ્ક અને સોશિયલ ડીસ્ટંસ નહીં જાળવે તો સરકારી નિયમ મુજબ દંડની વસૂલાત કરાશે. ગામલોકો ગાઈડલાઈન્સનો ભંગ કરશે તો તેના ઘરની બહાર ગઘેડાનું ટોળું ઉભું રખાશે.

લોકોને શરમ આવે તે માટે આ નિર્ણય કર્યો-સરપંચ સરપંચ ભુપેન્દ્ર ખુમાણે કહ્યુ હતું કે, લોકો સુરત સહિતના મહાનગરોમાંથી ફરી ગામડે આવી રહ્યા છે. જેથી સ્થિતિ વધુ બગડે નહીં તે માટે આજે ઢોલ વગાડી જાહેરાત કરી છે. સરકારની ગાઈડ લાઈન મુજબ ફરજીયાત માસ્ક પહેરવા અને જો લોકો નહીં પેહરે તો દંડ અને ઘર નજીક ગધેડા મોકલાશે જેથી લોકો અહીં શરમ અનુભવે તે માટે આ પ્રકાર ની પહેલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો