કાર્યક્રમ:અમરેલી પાલિકા દ્વારા પંચામૃત કાર્યક્રમ યોજાયો

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા ભવન, વિશ્રામગૃહ, બાલમંદિર તેમજ 5 હજાર વૃક્ષનંુ લાેકાર્પણ : ચાેમાસા બાદ બાકી રસ્તાઅાે નવા બનશે​​​​​​​​​​​​​​

અમરેલી નગરપાલિકા દ્વારા અાજે પાલિકા ભવન, વિશ્રામગૃહ, બાલમંદિર, જન સુખાકારી માેબાઇલ અેપ્લીકેશન અને પાંચ હજાર વૃક્ષાેના લાેકાર્પણનાે પંચામૃત કાર્યક્રમ યાેજાયાે હતાે. શહેરીજનાેની પાયાની પ્રાથમિક જરૂરીયાતાે પુરી પાડવા તેમજ વિકાસના કાર્યાેને અાગળ ધપાવવા અાયાેજીત લાેકાર્પણ કાર્યક્રમમા વાવાઝાેડાઅે વેરેલ વિનાશમા અાેકિસજનરૂપી વૃક્ષાેનુ નિકંદન બાદ પાલિકા હદ વિસ્તારમા પાંચ હજાર વૃક્ષાે વાવવાના સંકલ્પને સિધ્ધ કરવાના હરીયાળી ક્રાંતિકારી કાર્યની પ્રસંશા થઇ હતી. વૃક્ષાે વિહાેણા રસ્તાઅાે ફરી વૃક્ષાેથી લીલાછમ બનશે.

લાેકાર્પણ કાર્યક્રમમા કારાેબારી ચેરમેન સુરેશભાઇ શેખવાઅે જણાવ્યું હતુ કે નગરજના પર વેરાનુ ભારણ સ્થગિત કરાયુ હતુ. શહેરમા બાકી રહી ગયેલા સીસી રાેડ ચાેમાસુ પુરૂ થતાની સાથે જ 22 કરાેડના ખર્ચે નવા બનાવવામા અાવશે.અા કાર્યક્રમમા પાલિકાના સાત જેટલા માજી પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યાં હતા. અહી દિલીપભાઇ સંઘાણીઅે હાલની પાલિકાની ટીમની કાર્યશૈલીને વધાવી હતી.

મ્યુનિ.ફાયનાન્સ બાેર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, મહેશભાઇ કસવાલા, મુકેશભાઇ સંઘાણીની ઉપસ્થિતિમા નિ:શુલ્ક તબીબી સાધનાેનુ લાેકાર્પણ કરાયુ હતુ. તેમજ હેલ્થના કાેરાેના વાેરીયર્સનુ પણ અા તકે સન્માન કરાયુ હતુ. અા પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા, કાૈશિકભાઇ વેકરીયા, અશ્વિનભાઇ સાવલીયા, યાેગેશભાઇ ગઢવી, મનીષાબેન રામાણી, રમાબેન મહેતા સહિત અાગેવાનાે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...