નિર્ણય:કારખાનાના શ્રમયોગીઓને મતદાન કરવા સવેતન રજા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોકરીદાતા જોગવાઇથી વિરુદ્ધનંુ વર્તન કરશે તો કાર્યવાહી

નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ગુજરાત રાજ્ય ગુજરાત અમદાવાદની સુચનાના અનુસંધાને નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી જુનાગઢના જણાવ્યા મુજબ તારીખ 19ને રવિવારે ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી માટે અમરેલી જિલ્લામા અાવેલ અાૈદ્યાેગિક અેકમાેમા કામ કરતા શ્રમયાેગીઅાે તેમજ બિલ્ડીંગ અેન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કસમા જાેડાયેલા શ્રમયાેગીઅાે પાેતાના મતાધિકારનાે ઉપયાેગ કરી શકે તે માટે સવેતન રજા મળશે.આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સબંધિત શ્રમયોગીઓ કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહી. ર

જાના કારણે જો શ્રમયોગી કર્મચારી પગાર મેળવવાનો હક્ક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર થતો હોય તેટલો પગાર ચુકવવાનો રહેશે. જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં વ્યાપક નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ઓછમાં ઓછા 3 થી 4 કલાક મતદાન માટે સવેતન રજા અપાશે.

અન્ય સમાચારો પણ છે...