તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:કોરોના દર્દીઓને ફ્રી સિલીન્ડર પહોંચાડતાં ઓક્સિજન મેન

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાબરા અને છેક કુંડલા પંથકના દર્દીઓને પણ લાભ મળ્યો
  • દોઢ માસથી ધંધા રોજગારની સાથે ઘર પણ છોડી દીધું જસદણના ઉદ્યોગપતિએ

રીડ પડે રજપૂત છીપે નહીં... આ ઉક્તિને બખૂબી સાર્થક કરી છે જસદણના યુવા કાઠી ઉદ્યોગપતિ હરેશભાઈ ધાંધલે. કોરોનાની બીજી લહેર આંધીની જેમ આવી જતા ચારે તરફ ઓક્સિજનની બુમરાણ મચી હતી. ઓક્સિજન વગર તરફડતા દર્દીઓને જોઈ તેમનું હૈયું દ્રવી ઉઠ્યું. ધંધા-રોજગાર કોરાણે મૂકી દીધા. ઓક્સિજનના 200 સિલિન્ડર ખરીદી પોતાના ખર્ચે છેલ્લા દોઢ માસથી દર્દીઓને આપી રહ્યા છે. પોતે સતત બહાર દોડતા હોવાથી પરિવારના લોકોને ચેપ લાગી ન જાય તે માટે ઘર છોડી દઈ ઓફિસને જ ઘર બનાવી લીધું છે.

જસદણના આ યુવા ઉદ્યોગપતિ હરેશભાઈ રાણીંગભાઈ ધાધલ હાલમાં જીવનનું એક જ લક્ષ્ય લઈને બેઠા છે કે કોરોનાના દર્દીઓ સુધી ઓક્સિજનના સિલિન્ડર પહોંચાડવા. અને તે પણ વિનામૂલ્યે. દોઢ માસ પહેલા સ્વખર્ચે સિલિન્ડર દીઠ રૂપિયા 10 હજારની રકમ ભરી તેમણે 200 સિલિન્ડર મેળવી લીધા હતા. જસદણમાં કિસાન ઇન્ડસ્ટ્રીઝ અને વાસુકી ગેસ્ટ હાઉસ ધરાવતા હરેશભાઈ પોતાના ત્રણ વાહનો શાપર સિહોર અને મેટોડામાં સતત દોડતા રહે છે અને આ સિલિન્ડરોમાં ઓક્સિજન ભરાવતા રહે છે.

સતત ત્રણ દિશામાં આ વાહનો ઓક્સિજન ભરવા જતા હોય તેમણે જસદણમાં ઓક્સિજનનો જથ્થો ક્યારેય ખતમ થવા દીધો ન હતો. એક સમયે જસદણની હોસ્પિટલમાં ઓક્સિજન ખલાસ થઈ ગયો હતો તે સમયે તેમણે તાબડતોબ 50 સિલિન્ડર પહોંચાડ્યા હતા. અહીંના કોવિડ કેર સેન્ટરમાં પણ તેઓ સિલિન્ડર પૂરા પાડે છે. જસદણ ઉપરાંત આસપાસના ગામડાઓ અને છેક બાબરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને સાવરકુંડલા સુધી તેમણે ઓક્સિજનના સિલિન્ડર પૂરા પાડ્યા છે. અને તે પણ એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર

મફતની કિંમત નહીં: લોકો રેઢા મૂકી દે છે સિલીન્ડર.
હરેશભાઈ કહે છે કે એક પણ રૂપિયાની ડિપોઝીટ લીધા વગર કે ઓક્સિજનનો ચાર્જ લીધા વગર દર્દીને સિલિન્ડર આપીએ છીએ પરંતુ ઘણા પરિવારો બેદરકારી દેખાડી કામ પતી ગયા બાદ સિલિન્ડર ગમે ત્યારે રેઢો મૂકી દે છે કે પરત જમા કરાવતા નથી. જેથી સિલિન્ડરની ઘટ પડે છે.

પરિવાર સાથે થાય છે માત્ર ફોન પર વાત
પોતાની ઓફિસમાં રહેતા હરેશભાઈ પરિવાર સાથે માત્ર ફોન પર વાત કરે છે. તેમના માતાને પુત્રની સતત ચિંતા રહે છે. પરંતુ હરેશભાઈ કહે છે લોકો આટલી પીડા ભોગવતા હોય ત્યારે હું માત્ર પરિવારની ચિંતા કરી ઘરમાં કેમ બેસી રહું ?

અન્ય સમાચારો પણ છે...