સન્માન:પાણી પુરવઠા અને ઓક્સફોર્ડ ટીમ વચ્ચેની મેચમાં ઓક્સફોર્ડ ટીમ 10 વિકેટથી વિજેતા

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને ટ્રોફી એનાયત કરાઇ. - Divya Bhaskar
વિજેતા ટીમ અને રનર્સઅપ ટીમને ટ્રોફી એનાયત કરાઇ.
  • અમરેલી વિદ્યાસભા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યાેજાઇ, વિજેતા ટીમને ટ્રાેફી આપી સન્માનિત કરાઇ

અમરેલીમા ડાે.જીવરાજ મહેતા સંસ્થાપિત અમરેલી જિલ્લા વિદ્યાસભા સ્પાેર્ટસ સંકુલ ખાતે શહેરની વિવિધ સંસ્થાઆની વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યાેજાઇ હતી. જેમા વિજેતા ટીમને ટ્રાેફી આપી સન્માનિત કરાઇ હતી. શાંતાબેન હરિભાઇ ગજેરા સ્કુલ અને રાેટરી કલબ ઓફ અમરેલી મેઇનના સંયુકત ઉપક્રમે ક્રિકેટ ટુર્નામેન્ટનુ અાયાેજન કરવામા આવ્યું હતુ. ટુર્નામેન્ટમા શહેરની 14 ટીમાેએ ભાગ લીધાે હતાે. જેમા મધ્યસ્થ સહકારી બેંક, અાેકસફાેર્ડ સ્કુલ, ઇરીગેશન વિભાગ, નાલંદા સ્કુલ, પાેસ્ટ અાેફિસ, નાગરિક બેંક, બી.જે.દાેશી સ્કુલ, પાણી પુરવઠા વિભાગ, અમર ડેરી, ડીએસઓ, પટેલ સંકુલ, પીજીવીસીએલ, શાંતાબા જનરલ હાેસ્પિટલ, વિદ્યાસભા સ્કુલ વિગેરે ટીમાેએ ભાગ લીધાે હતો અહી પાણી પુરવઠા અને ઓકસફાેર્ડ ટીમ વચ્ચે ક્રિકેટ મેચમા ઓકસફાેર્ડ ટીમ 10 વિકેટથી વિજેતા બની હતી. મેન અાેફ ધ મેચ હિરેનભાઇ થયા હતા. જેણે 51 રન ફટકારી એ ક વિકેટ મેળવી હતી. સંસ્થાના વ્યવસ્થાપક હસમુખભાઇ પટેલ, ચતુરભાઇ ખુંટ વિગેરેએ વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમને ટ્રાેફી એનાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...