પ્રાદેશિક સખી મેળો:એક સપ્તાહમાં 25 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી: 17.65 લાખની ચીજવસ્તુઓનું વેચાણ થયું

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા આત્મ નિર્ભરતાનું પ્રતિક બન્યો અમરેલીનો પ્રાદેશિક સખી મેળો

મહિલાઓને પગભર બનાવવા તેમજ સ્વસહાય જૂથો અને સખી મંડળોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય માધ્યમ મળી રહે તેવા હેતુથી વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત અમરેલીમા પ્રાદેશિક સખી મેળાનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. રાજય સરકારના વિવિધ યોજનાકીય કાર્યો અંતગર્ત મહિલાઓને સ્વરોજગારી અને તેમના કૌશલ્યને યોગ્ય દિશા મળી રહે તે માટે સ્વસહાય જૂથ મારફતે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ અને તેમની આવકમાંથી તેમને બચત કરવાની પ્રેરણા મળી રહે છે.

અમરેલીમાં યોજાયેલા સખી મેળામાં 30 સ્ટોલમાં મહિલાઓ દ્વારા તૈયાર કરવામા આવેલા અને લાવવામાં આવેલા ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ સખી મેળામાં તા.6 જુલાઈથી તા.12 જુલાઈ સુધીમાં 25 હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. અને ઉત્સાહભેર ખરીદી કરી હતી. સખી મેળા દરમિયાન અંદાજે 17.65 લાખના ઉત્પાદનોનુ વેચાણ થયુ હતુ.

જેના થકી સખી મંડળો અને સ્વસહાય જૂથોની મહિલાઓના આત્મવિશ્વાસમાં ઉમેરો થયો છે. અને તેમને તેમના હસ્ત કૌશલ્ય માટે પ્રોત્સાહન પણ મળ્યું છે. આ મેળામાં હસ્તકલાના કારીગરો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ, મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ઉપયોગી ચીજ- વસ્તુઓનું પ્રદર્શન- સહ- વેચાણ થયું હતું. ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ સખી મેળા અને પ્રદર્શનમાં ખાણીપીણીના સ્ટોલ્સ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...