તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાજગી:અમરેલીના જાફરાબાદના ખાલસા કંથારિયામાં 15 ટકા નુકસાન બતાવી 80 ફોર્મ રદ થતા ગ્રામજનોમાં રોષ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોએ રાજુલા પ્રાંતને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી

અમરેલી જિલ્લામાં તાજેતર માં આવેલ વાવાઝોડાના કારણે થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા સર્વે કામગીરી માટે બહારના જિલ્લામાંથી અધિકારી કર્મચારીઓને મોકલ્યા હતા. પરંતુ આ બહારના જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓની આળસના કારણે વિવાદ ઉભો થયો છે.

જાફરાબાદ તાલુકના ખાલસા કંથારીયા ગામ માં જે તે સમયે વાવાજોડા મકાનનો સર્વે ગામ માં કોઈ આવ્યું નહિ અને બારોબાર થી સર્વે રિપોર્ટ કરી 15% બતાવી નીકળી ગયા હોવાનો આક્ષેપ કરાયો છે. સર્વે રિપોર્ટના કારણે 80 જેટલા મકાન સહીત નુકસાન અંગે ફોર્મ રદ થતા ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે.

આજે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા આ ઘટના ની જાણ થતા તાલુકા પંચાયત સદસ્ય અનિરુદ્ધભાઈ વાળા પણ દોડી ગયા હતા અને ગામના આગેવાનો સાથે રાખી રાજુલા પ્રાંત અધિકારી ને આવેદન પત્ર આપી રજુઆત કરી છે. તાકીદે ફરી જવાબદાર અધિકારી સાથે રાખી સર્વે કરાવવા માટેની માંગણી કરી છે. સ્થાનિક પૂર્વ સંચદીય સચિવ હીરાભાઈ સોલંકીને પણ રજૂઆત કરવામાં આવી છે.

જયારે આજે મોટી સંખ્યામાં જે લોકોને અતિભારે નુકસાન ગયું છે. જે મકાનો માં તેનું સર્વે નહીં થતા ભારે રોષ વ્યક્ત કર્યો હતો બહારથી આવતા કમર્ચારી અધિકારી ઓ ફિલ્ડ પર કામ ન કર્યું બહારથી નીકળી ગયા હોવાનો પણ આક્ષેપ ગ્રામજનો કરી રહ્યં છે.

ગામમાં ફરી સર્વે કરવા લેખિત રજૂઆત કરવામા આવીતાલુકા પંચાયત સદસ્ય અનિરૂદ્ધભાઈ વાળા એ દિવ્યભાસ્કર ને કહ્યું હતું કે, આજે ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા કેમ કે 80 જેટલા ફ્રોમ સર્વે વગર રદ કરી દીધા છે અહીં સર્વે થયો જ નથી અને 15% નુકસાન બતાવી દીધું તે નહીં ચલાવી લેવાય. આજે પ્રાંત અધિકારી ને પણ રૂબરૂ લેખિત રજુઆત કરી છે ફરી જવાબદાર અધિકારી કર્મચારી સાથે રાખી સર્વે કરી ઝડપી સહાય ચૂકવવી જોઈએ આવતા 5 દિવાસ માં નિર્ણય નહીં આવે તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો સાથે જઈશું જેની નોંધ ઉચ્ચ અધિકારી ઓ લઈ લે અમારા વિસ્તાર ના ગામડામાં સહાય વંચિત રહે તે નહીં ચાલે.

અન્ય સમાચારો પણ છે...