• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Outrage Among Villagers As There Is No Talati Minister In Pithwadi Village Of Savarkundla, Ramdhun Called TDO Office And Shouted Slogans

માંગણી:સાવરકુંડલાના પીઠવડી ગામે તલાટી મંત્રી નહી હોવાથી ગ્રામજનોમાં રોષ, TDOની કચેરીમાં રામધૂન બોલાવી સુત્રોચાર કર્યા

અમરેલી8 મહિનો પહેલા
  • ગામલોકોને સહી કરાવવા અથવા અન્ય કામગીરી માટે અન્ય વિસ્તારમાં જવુ પડે છે
  • આવતીકાલે તલાટી મંત્રી આપવાની ખાત્રી અપાતા મામલો થાળે પડ્યો

અમરેલીના સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે તલાટી મંત્રી નહી હોવાને કારણે ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. જેને લઈ ગ્રામજનોએ TDOની કચેરીમાં રામધૂન બોલાવી સુત્રોચાર કર્યા હતા. ગામમાં તલાટી મંત્રી નહી હોવાના કારણે લોકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. જેને લઈ લોકોમાં ખુબ રોષ જોવા મળી રહ્યો છે. ગામના અરજદાર સહિત લોકોને સહી કરાવવા અથવા અન્ય કામગીરી માટે અન્ય વિસ્તારમાં જવુ પડે છે.

તલાટી મંત્રીની ગામડામાં વાંરવાર જરૂર પડતી હોય છે. ત્યારે પીઠવીડી ગામે તલાટી મંત્રી નહી હોવાને કારણે ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. આ અંગે ગ્રામજનો દ્વારા અગાવ ટી.ડી.ઓ સહિત અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તલાટી મંત્રી ગામને હજુ સુધી મળ્યા નથી. જેના કારણે વધુ રોષ જોવા મળી રહ્યો છે.

પીઠવડી ગામના સરપંચ, ગ્રામપંચાયતના સદસ્યો, અરજદારો ગ્રામજનો સહિત લોકો તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા અને સુત્રોચાર કર્યા હતા. આ અંગે ટી.ડી.ઓને ઉગ્ર રજૂઆતો કરી હતી. તેમજ ચેમ્બરની સામે રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો. જેને લઈ તાલુકા પંચાયત કચેરીના સત્તાધીશો અને કર્મચારીઓમાં દોડધામ મચી હતી. જોકે, સમગ્ર ઘટના બાદ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિએ હાલ મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો છે. આવતીકાલે તલાટી મંત્રી ગામને આપવા માટે ખાત્રી મળ્યા બાદ મામલે થાળો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...