તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:અમરેલીની સિવિલ હોસ્પિટલથી લઈ મેડિકલ કોલેજ સુધીનો માર્ગ બિસ્માર બનતા રાહદારીઓમાં રોષ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા સમસ્યા સર્જાઈ

ગુજરાત કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીના અમરેલી શહેરની દયનિય હાલત જોવા મળી રહી છે. અમરેલી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલથી લઈ મેડિકલ કોલેજ એસ.ટી.સુધી અત્યંત બિસ્માર માર્ગ થી રાહદારી ઓ પરેશાન થઈ રહ્યા છે. હાલ ચોમાસા દરમિયાન રસ્તા પર પાણી ભરાયેલું રહેતા સમસ્યા બેવડાઈ છે.

આ રસ્તા પર છેલ્લા એક વર્ષથી મસમોટા ખાડા પડી ગયા હોવા છતા અને નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરાઈ હોવા છતા સમારકામ ના થતા લોકોમાં રોષ છે. આ માર્ગ પર સતત પાણીના ખાડાના કારણે બાઇક ચાલકોના નાના મોટા અકસ્માતની ઘટના પણ કેટલીક વખત બની ચુકી છે તાકીદે કામગીરી શરૂ નહીં થાય તો વધુ મુશ્કેલી શહેરીનો ની વધી શકે છે.

અમરેલી શહેરમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, નાસ્કોબ ચેરમેન અને ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણી,અમરેલીના સાંસદ નારણ કાછડિયા પણ આ શહેરમાં રહે છે આ રોડ થી 100 ફૂટ જિલ્લા ભાજપની કાર્યાલય પણ આવેલી છે. જિલ્લા ભાજપ કાર્યાલય ઉપર અનેક દિગ્ગજ નેતાઓની અવર જવર રહેતી હોય છે છતા આ માર્ગેથી લોકોને વધુ પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે.

અહીં દર્દી ઓ વધુ પસાર થાય છે- રાહદારી
અમરેલી શહેરના રાહદારી શૈલેષભાઇ પોપટ એ કહ્યું કે, આ માર્ગ પર સૌથી વધુ હોસ્પિટલમાં આવતા દર્દીઓ પસાર થાય છે. અમરેલી શહેરના લોકો પણ અહીંથી ચાલે છે જનતા પરેશાન છે, જયારે દર્દીઓ અહીં અવાર નવાર વાહનમાં પસાર થતા હોય છે જેથી અગવડતા મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...