તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Outrage Among Nature Lovers Over Python Harassment Going Viral On Social Media In Amreli District, Forest Department Launches Probe

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પજવણી:અમરેલી જિલ્લામાં અજગરની પજવણીનો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પ્રકૃતિપ્રેમીઓમાં રોષ, વનવિભાગે તપાસ શરૂ કરી

અમરેલી4 દિવસ પહેલા

અમરેલી જિલ્લાના સોશિયલ મીડિયામાં અજગરની પજવણીનો એક વીડિયો વાઈરલ થતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. તો બીજી તરફ વાઈરલ વીડિયોને લઈ વનવિભાગ દ્વારા તપાસ શરૂ કરવામા આવી છે.જો કે, હાલ આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.

વાઈરલ વીડિયોમાં એક મહાકાય અજગરને ખુલ્લા ખેતરમાં ઘેરી લઈ આઠેક જેટલા યુવકો ફોટો પડાવવાના બહાને પજવણી કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો કોઈ રેવન્યૂ વિસ્તારનો હોવાનું અનુમાન છે.વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વનવિભાગ પણ ગ્રામ્ય વિસ્તારમાં તપાસ કરી રહ્યું છે વીડિયો અંગે કોઈ માહિતી વનવિભાગ ને હજુ સુધી મળી નથી. જ્યારે વીડિયો ખાંભા તુલસીશ્યામ રેન્જ વિસ્તાર નો હોય શકે આવી આશંકા ને લઈ ખાંભા વનવિભાગ પણ તપાસ કરી રહ્યું છે. પરંતુ આ વીડિયો વિશે હજુ સુધી વનવિભાગ પાસે કોઈ માહિતી નથી.

વાઈરલ વીડિયો અંગે તપાસ કરીશુઃ CCFઆ વીડિયો માટે જૂનાગઢના સીસીએફે કહ્યું હતું કે, આ અંગે કોઈ લોકો પાસે માહિતી હોય તો તેઓ આગળ આવે. જો કે, હાલ લોકેશનને લઈ તેઓ તરફથી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો