ગુજરાતમાં મેં મહિનામાં આવેલા તાઉ-તે વાવાઝોડાના કારણે ખેતીપાકોને થયેલા નુકસાન બદલ રા્જય સરકારે રાહત પેકેજની જાહેરાત કરવામા આવી હતી. જો કે, અમરેલી જિલ્લાના જાફરાબાદના નાગેશ્રી ગામમાં બાગાયતી પાકોને થયેલી નુકસાનીનું હજી સુધી વળતર ના મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. તો બીજી તરફ તાલુકા વિકાસ અધિકારી ટૂંક સમયમાંજ સહાયની ચૂકવણી થઈ જવાની હૈયાધારણા આપી રહ્યા છે.
તાઉ-તે વાવાઝોડાના કારણે જાફરાબાદના નાગેશ્રી ગામમાં બાગાયતી ખેતીને ભારે નુકસાન પહોંચ્યું હતું. અંદાજિત 250 કરતા વધુ ખેડૂતોની ખેતીને નુકસાન પહોંચ્યું હતું. ખેડૂતો દ્વારા સમય મર્યાદામાં સહાય મેળવવા માટે ફોર્મ પણ ભરી દેવામા આવ્યા હતા. પરંતુ, આજે ચાર મહિના જેટલો સમય વિતી ગયા બાદ પણ ખેડૂતોને બાગાયતી પાકમાં થયેલી નુકસાનીનું વળતર મળ્યું નથી.ત્યાર ગામના ઉપસરપંચ વિજયભાઈ વરુએ કહ્યું હતું કે, બાગાયતી ખેતી હવે ફરી ઉભી થાય તેવી શક્યતાઓ નથી, સરકાર ખેડૂતોને વહેલીતકે વળતરની ચૂકવણી કરે.આ મામલે તાલુકા વિકાસ અધઇકારી બાબુભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને ટૂંકસમયમાં જ સહાયની ચૂકવણી થઈ જશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.