તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Out Of 12.33 Lakh, 7.09 Lakh People Took The First Dose Of The Vaccine, 57.51 Per Cent Of The Vaccinations Were Completed, 2,47,084 People Took Both The Doses.

વેક્સિનેશન:12.33 લાખમાંથી 7.09 લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો, રસીકરણની 57.51 ટકા કામગીરી પૂર્ણ, 2,47,084 લોકોએ બંને ડોઝ લીધા

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમરેલી જિલ્લામાં રસીકરણની કામગીરી 57.51 ટકા પૂર્ણ કરી દેવામાં આવી છે. અહી 12. 33લાખ લોકોમાંથી 7.09 લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. જિલ્લાભરમાં એક દિવસમાં 40 હજારથી વધુ લોકોને રસી આપવાનું આયોજન થઈ રહ્યું છે.જિલ્લામાં રસીકરણ મહા અભિયાન હેઠળ 11 તાલુકામાં રસીકરણ સેન્ટર ધમધમી રહ્યા છે. જિલ્લા વહિવટી તંત્રના ચોંપડે 18 થી 44 વર્ષ 7,61,681 અને 45 વધુ વયમર્યાદા ધરાવતા 4,71,423 લોકો મળી કુલ 12,33,104 લોકો છે. જેમાંથી 7,09,193 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. બીજી તરફ 2,47,084 લોકોએ રસીના બંને ડોઝ લઈ લીધા છે.

અમરેલી જિલ્લામાં આરોગ્ય વિભાગે રસીકરણની 57.51 ટકા કામગીરી પૂર્ણ કરી દીધી છે. એટલે કે અડધા અમરેલી જિલ્લાનું રસીકરણ થઈ ગયું છે.લીલીયામાં સૌથી ઓછુ 48.23 ટકા રસીકરણ થયું છે. તો સૌથી વધારે જાફરાબાદ તાલુકામાં 75.09 ટકા રસીકરણ થઈ ગયું છે. તેમજ બાકીના તાલુકા અમરેલીમાં 57.26, બાબરામાં 59.20, બગસરામાં 59.32, ધારીમાં 55.07, ખાંભામાં 50.63, કુંકાવાવમાં 62.60, લાઠીમાં 56.73, રાજુલામાં 60.57 અને સાવરકુંડલામાં 50.87 ટકા રસીકરણની કામગીરી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...