તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Out Of 10749, Only 668 Pregnant Women Were Vaccinated. Amreli District Ranks Third To Last In The State In Total Vaccination, The District's Vaccination Target Has Been Increased.

વેક્સિનેશન:10749માંથી માત્ર 668 સગર્ભાને અપાઇ વેક્સિન, કુલ વેક્સિનેશનમાં પણ અમરેલી જિલ્લો રાજ્યમાં છેલ્લાથી ત્રીજા ક્રમે, જિલ્લાનો વેક્સિનેશન ટાર્ગેટ વધારાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમરેલીમાં 80, બાબરા 111, બગસરા 98, ધારી 40, જાફરાબાદ 190, કુંકાવાવ 37, લાઠી 45, સાવરકુંડલા 112, રાજુલામાં 35 સગર્ભાને વેક્સિન અપાઇ

અમરેલી જિલ્લામા છેલ્લા કેટલાક દિવસથી વેકસીનેશનની કામગીરી ભલે વેગવંતી બનાવાઇ હાેય પરંતુ કુલ વેકસીનેશનમા અમરેલી જિલ્લાે સમગ્ર રાજયમા તળીયાથી ત્રીજા ક્રમે છે. અેટલુ જ નહી અમરેલી જિલ્લામા સગર્ભા મહિલાઅાેની સંખ્યા 10 હજાર કરતા વધુ છે. પરંતુ હજુ સુધીમા 768 સગર્ભા મહિલાઅાેને જ વેકસીન અાપવામા અાવી છે. બીજી તરફ જિલ્લાના કુલ વેકસીનેશનના ટાર્ગેટમા પણ વધારાે કરાયાે છે. અમરેલી જિલ્લામા હાલમા વેકસીનેશનની કામગીરી પુરજાેશમા ચાલી રહી છે. પરંતુ જયારથી વેકસીનેશન શરૂ થયુ ત્યારથી અત્યાર સુધીની કામગીરી પ્રમાણમા ઘણી ધીમી રહી છે.

26 તારીખ સુધીમા અમરેલી જિલ્લામા કુલ 58.08 ટકા લાેકાેને વેકસીનનાે પ્રથમ ડાેઝ અાપી દેવામા અાવ્યાે છે. જાે કે અાટલુ વેકસીનેશન થયા બાદ પણ અમરેલી જિલ્લાે સમગ્ર રાજયમા તળીયે છે અને છેલ્લેથી ત્રીજાે ક્રમ ધરાવે છે. અહી 18 થી 44ની વયજુથના 7.18 લાખ લાેકાે છે. જેનુ 47.19 ટકા વેકસીનેશન થયુ છે. જયારે 45 થી વધુ વયના 4.26 લાખ લાેકાે છે. જેનુ 76.46 ટકા વેકસીનેશન થયુ છે. જયારે જિલ્લામા 34.88 ટકાને વેકસીનનાે બીજાે ડાેઝ પણ અાપી દેવાયાે છે.

બીજી તરફ સરકાર દ્વારા અત્યાર સુધી 18 થી 44 વર્ષ અને 44 થી વધુ વયના જે લાેકાેની સંખ્યા નક્કી કરાઇ હતી તેમા હવે વધારાે થયાે છે. સરકારે હવે વાેટર અાઇડીના અાધારે સંખ્યા નક્કી કરતા જિલ્લાના વેકસીનેશનના ટાર્ગેટમા પણ વધારાે થયાે છે. દરમિયાન હાલમા અમરેલી જિલ્લામા સગર્ભા મહિલાઅાેને પણ વેકસીન લગાવવાનુ કામ ચાલી રહ્યું છે. જિલ્લામા કુલ 10749 ગર્ભવતી મહિલાઅાે નાેંધાયેલી છે. જાે કે સગર્ભા મહિલાઅાેનુ વેકસીનેશન પણ ધીમુ છે અને અત્યાર સુધીમા માત્ર 768 સગર્ભાને વેકસીન અાપવામા અાવી છે. ખાંભા તાલુકામા અેકપણ સગર્ભાને વેકસીન અાપવામા અાવી નથી.

જિલ્લાના 58 ગામાેમાં 100 ટકા વેક્સિનેશન
અમરેલી જિલ્લામા 100 ટકા વેકસીનેશન થઇ ગયુ હાેય તેવા ગામાેની સંખ્યા સતત વધી રહી છે. અનેક ગામડાઅાેમા લાેકાેની જાગૃતિના કારણે ગામના તમામ લાેકાે વેકસીન લઇ રહ્યાં છે. હાલમા અમરેલી જિલ્લામા 58 ગામાેમા 100 ટકા વેકસીનેશન થયુ છે.

ખાંભા તાલુકામાં સાૈથી નબળી કામગીરી
અમરેલી જિલ્લામા કાેરેાના વેકસીનેશનની સાૈથી નબળી કામગીરી ખાંભા તાલુકામા જાેવા મળી રહી છે. નબળી કામગીરીવાળા રાજયના 30 તાલુકામા અમરેલી જિલ્લામાથી માત્ર ખાંભા તાલુકાનાે સમાવેશ થાય છે. અહી 67160 લાેકાેમાથી 32469 અેટલે કે 48.3 ટકા લાેકાેને જ વેકસીન અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...