સમસ્યાનો ઉકેલ ક્યારે?:અમરેલી શહેરમાં આડેધડ વાહનો પાર્કીગ કરી દેવાતા હોવાના કારણે અન્ય વાહનચાલકો પરેશાન

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી શહેરના માણેકપરા,HDFC બેંક સહિતના વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધી

દિવાળી તહેવાર બાદ હવે અમરેલી જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અમરેલી શહેરમાં આવેલ અલગ અલગ કેટલાક વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકોના કારણે લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે અમરેલી શહેરમાં એચ.ડી.એફ.સી.બેન્ક પાસે,માણેકપરા વિસ્તાર,હરિ રોડ સહિત ટાવર વિસ્તાર સહિત કેટલાક વિસ્તારમાં ભારે ટ્રાફિક સર્જાય છે જેના કારણે અન્ય વાહન ચાલકોની મુશ્કેલી વધી રહી છે આ ઉપરાંત બહારથી આવતા કાર ચાલકો ગમે ત્યાં આડેધડ પાર્કિંગ કરી દે છે જેના કારણે મુશ્કેલી વધી રહી છે

પોલીસ સક્રિયતા બતાવી કાર્યવાહી કરવી જોઈએૉશહેરના શેરી ગલી ચોક જેવા વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરનારા લોકો સામે સીટી પોલીસ અને ટ્રાફિક પોલીસ કડક હાથે કાર્યવાહી કરે તેવી શહેરીનોની માંગણી ઉઠી છે.

મોટાભાગે બહારના જિલ્લાના લોકો કરે છે આડેધડ પાર્કિંગહાલમાં મોટાભાગે બહારના અન્ય જિલ્લાના વાહનો વધુ આવી રહ્યા છે જે વાહનો અહીં ગમે ત્યાં પાર્ક કરે છે. જેના કારણે સ્થાનિક વેપારીઓ અને વાહનચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...