શ્રમિકોને ઈ-શ્રમ નોંધણી કરાવવા અનુરોધ:અમરેલી જિલ્લામાં ઈ-શ્રમ કાર્ડ કામગીરી વધુ સારી અને અસરકારક રીતે થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આયોજન

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં ઈ-શ્રમ કાર્ડ સંબંધિત કામગીરી શરુ કરવામાં આવી છે. ઈ-શ્રમ કાર્ડ માટેની આ કામગીરી વધુ સારી રીતે અને અસરકારક રીતે થઈ શકે તે માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં વધુ શ્રમિકો ઈ-શ્રમ નોંધણી કરાવી શકે અને તેમને ઈ-શ્રમ કાર્ડ મેળવ્યા બાદ યોજનાકીય લાભો મળતા થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના નાગરિકો, પદાધિકારીઓ અને શ્રમિકો કાર્યરત હોય તેવી સંસ્થા સહિતના વધુમાં વધુ શ્રમિકો આ નોંધણી કરાવી શકે તે માટે આ કામગીરીમાં સહયોગ આપવા અનુરોધ છે. મહત્વનું છે કે, તાલુકા, શહેર અને ગ્રામ્ય કક્ષાએ આ કામગીરી માટે દુકાનદારો, વિક્રેતાઓ, વ્યાજબી ભાવની દુકાનના વ્યવસ્થાપકો સહિતનાઓ આ કામગીરીને વધુમાં વધુ શ્રમિકો સુધી પહોંચાડવા, તેમનું યોગદાન આપી જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...