અનુકરણીય પગલું:પુત્રના લગ્ન પ્રસંગે રક્તદાન કેમ્પ યોજી 51 બોટલ રકત એકઠુ કર્યું

વડીયાએક દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડિયાના પૂર્વ સરપંચનું અનુકરણીય પગલું

વડિયામાં પૂર્વ સરપંચ રમાબેન છગનભાઇ ઢોલરીયા પરિવારના પુત્ર પવનના શુભ લગ્નપ્રસંગે આ પરિવાર એક અનોખો સેવાકીય રાહ લોકોને ચિંધતા જોવા મળ્યો છે. ઢોલરીયા પરિવાર દ્વારા પુત્રના લગ્નોત્સવમાં મંડપ રોપણ અને ભોજન સમારંભના દિવસે મહેમાનો અને લોકોના મેળવડા સમયે રક્તદાન મહાદાન સમજી એક અનોખી શીખ આપવા માટે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમા રાજકોટની નેશનાલીટી ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન સંચાલિત ફિલ્ડ માર્શલ બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન કલેક્ટ કરવાની સેવા અપાઈ હતી. આ સાથે સ્થાનિક સેવાકીય આગેવાનો અને ઢોલરીયા પરિવાર દ્વારા જહેમત ઉઠાવી લગ્નોત્સવમાં રક્તની 51 બોટલ એકત્ર કરવામાં આવી હતી.

આ શુભ પ્રસંગે મહેમાનો અને ગામ લોકો દ્વારા ઉમળકાભેર રક્તદાન કર્યું હતુ. આ તકે પૂર્વ સરપંચ છગનભાઇ ઢોલરીયા અને વરરાજા પવનનો સંપર્ક કરતા તેમણે દેશના તમામ લોકોને પોતાના શુભ પ્રસંગોમાં આવા રક્તદાન કેમ્પ કરી દેશમાં રહેલી હોસ્પિટલો અને ગંભીર રોગો માટે પીડાતા દર્દીઓને લોહી જરૂરિયાત પૂર્ણ કરવા સહકાર આપી આવી સેવાકીય પ્રવુતિઓ સાથે જોડાવું જોઈએ. ઢોલરીયા પરિવારના આ લગ્નોત્સવમાં દિલીપ સંઘાણી, અશ્વિન સાવલિયા, ગોપાલ અંટાળા સહીત સામાજિક, રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તસવીર- જીતેશગીરી ગોસાઇ

અન્ય સમાચારો પણ છે...