તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સચિવનાે આદેશ:બાકી રહેતા અસરગ્રસ્તાેને તાકીદે સહાય ચૂકવવા સચિવનાે આદેશ

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ઠેર- ઠેર કેશડાેલ્સ નહી મળ્યાની રાવ : અધિક મુખ્ય સચિવે વિવિધ વિસ્તારની મુલાકાત લીધી

અમરેલી જિલ્લામા વાવાઝાેડા બાદ તંત્ર દ્વારા અસરગ્રસ્તાેને કેશડાેલ્સ ચુકવવામા અાવી રહી છે. પરંતુ જિલ્લાના જુદાજુદા વિસ્તારમા વાસ્તવિક જરૂરીયાતમંદ લાેકાેને અા રાેકડ સહાય નહી મળ્યાંની વ્યાપક ફરિયાદાે ઉઠી છે. અને તંત્ર સાથે ઘર્ષણની ઘટના પણ બની રહી છે. ત્યારે અાજે અમરેલી જિલ્લાની મુલાકાતે અાવેલા રાજયના અધિક મુખ્ય સચિવે તાકિદે અસરગ્રસ્તાેને રાેકડ સહાય ચુકવવા અાદેશ કર્યાે હતાે.

વાવાઝાેડા જેવી કુદરતી અાપદાઅાેમા પણ તંત્ર માનવતા ચુકી રહ્યું છે. અનેક વિસ્તારાે અેવા છે કે જયાં ખરેખર જરૂરીયાતમંદ પિડીત લાેકાે છે. તેમને કેશડાેલ્સ ચુકવાઇ નથી. તેના બદલે જેને ચુકવવા પાત્ર થતુ નથી તેવા લાેકાેને રાેકડ અાપી દેવાઇ છે. ધારી,ખાંભા, રાજુલા, જાફરાબાદ અને કુંડલા વિસ્તારમા ઠેકઠેકાણે વાવાઝાેડા પિડીતાેને કેશડાેલ્સની રકમ નહી મળી હાેવાની ફરિયાદ ઉઠી રહી છે. કેશડાેલ્સની ચુકવણીની જવાબદારી સંભાળતા લાેકાે દ્વારા મનમાની રીતે તેનુ વિતરણ કરવામા અાવ્યું છે.

બીજી તરફ રાજયના અધિક મુખ્ય સચિવ મનાેજ અગ્રવાલ અાજે અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારાેની મુલાકાતે દાેડી અાવ્યા હતા. તેમણે રાજુલા, જાફરાબાદ, ખાંભા અને ધારી તાલુકાની મુલાકાત લીધી હતી. તેમણે પ્રાંત કચેરીઅાે દ્વારા નિયુકત કરાયેલી ટીમાેને જરૂરી માર્ગદર્શન અાપ્યુ હતુ અને સરકાર દ્વારા જાહેર કરાયેલી રાેકડ સહાય, ઘરવખરી સહાય, મકાન સહાય વિગેરે જેવી સહાય તાત્કાલિક અસરથી મળે તેવી વ્યવસ્થા કરવા સુચના અાપી હતી. ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારમા ઝડપથી પ્રાથમિક સુવિધાઅાે મળી રહે તે માટે અધિકારીઅાેને માર્ગદર્શન અાપ્યુ હતુ.

ગીર જંગલમા અમરેલી ડિવીઝન નીચે અાવતા પાંચ નેસમા વાવાઝાેડાથી માેટુ નુકશાન થયુ છે. ત્યારે અાજે અધિક મુખ્ય સચિવ મનાેજ અગ્રવાલે અાસુદ્રી નેસની પણ મુલાકાત લીધી હતી. અને લાેકાેને થયેલા નુકશાનની વિગત જાણી તાકિદે સહાય માટે જરૂરી સુચના અાપી હતી.

હરીપરામાં ટાેળુ સરપંચના ઘરે ધસી ગયું
અાવી જ બુમરાણ ધારી પંથકમા પણ છે. અહીના હિમખીમડીપરાના લાેકાે તાે અા મુદે રાેષભેર રજુઅાત કરવા હરીપરાના સરપંચના ઘરે પણ ધસી ગયા હતા. અને અા મુદે યુવાનાે વચ્ચે મારામારી પણ થઇ હતી.

ખાંભામાં વેપારીઅાેને રકમ મળી પણ ગરીબાેને ન મળી
ખાંભામા કેશડાેલ્સની ચુકવણી વખતે જેને જરૂર ન હતી તેવા વેપારીઅાેને તેનુ ચુકવણુ કરી દેવાયુ હતુ. પરંતુ શહેરના જુદાજુદા વિસ્તારમા જે લાેકાેને મકાનાેમા પણ નુકશાન થયુ છે અને ચુકવવા પાત્ર છે તેવા લાેકાેને સહાય ચુકવવામા અાવી ન હાેવાની ફરિયાદ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...