જાહેરનામુ:જિલ્લામાં પરવાનેદારાેને 5 દિવસમાં હથિયાર જમા કરાવવા માટે આદેશ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદર્શ આચાર સંહિતા અંતર્ગત હથિયારો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ પ્રસિદ્ધ

વિધાનસભાની ચુંટણી જાહેર થતાની સાથે આદર્શ આચાર સંહિતા પણ અમલમા આવી છે. ત્યારે તંત્ર દ્વારા આજરોજ જિલ્લામા પરવાનેદારોને પાંચ દિવસમા હથિયાર જમા કરાવવા આદેશ આપવામા આવ્યો છે.અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.1 ડિસેમ્બરના રોજ યોજાશે. ભારતના ચૂંટણી આયોગ તરફથી આદર્શ આચારસંહિતા બહાર પાડવામાં આવી છે.

આ આદર્શ આચારસંહિતાનો અમલ ચૂસ્તપણે તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો અને કાર્યકરોએ કરવાનો હોય છે. મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ આદર્શ આચારસંહિતા અમલી છે.

આ અનુસંધાને શસ્ત્ર અધિનિયમ-1959ની કલમ-2 અન્વયે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ કોઈપણ હથિયાર ધારણ કરી ફરવું નહી, સમગ્ર જિલ્લાના વ્યક્તિગત પ્રકારના હથિયાર પરવાના ધારકો તથા જિલ્લા બહારથી મેળવેલ હથિયાર પરવાનો ધારણ કરનાર વ્યક્તિઓ કે જેઓ હાલ અત્રેના જિલ્લામાં વસવાટ કરતા હોય તેવા તમામ હથિયાર પરવાનેદારોએ તેમના હથિયારો આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના તારીખથી દિન-5માં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે.

જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હથિયાર પ્રતિબંધ બાબતે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973 (વર્ષ 1974નો બીજો અધિનિયમ)ની કલમ-144 અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા તા.10 ડિસેમ્બર પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. ઉપરાંત હુકમનો ભંગ કરનાર ધી ઇન્ડિયન પીનલ કોડની કલમ-188 હેઠળ સજાને પાત્ર થશે.

અન્ય સમાચારો પણ છે...