દેવળીયાના સરપંચ ભાવનાબેન નાથાલાલ સુખડીયા દ્વારા મુખ્યમંત્રીને કરાયેલી રજુઆતમા જણાવાયું હતુ કે ગુજરાત રાજયના ગામડાઓની જનતાને સુરક્ષા સલામતી પુરી પાડવા સીસીટીવી કેમેરા ફરજિયાત અમલી બનાવવુ જરૂરી છે. દેવળીયામા એક વર્ષ પહેલા લોક સહયોગથી 31 અલગ અલગ જગ્યા જેવી કે બજારો, આંગણવાડી, પંચાયત ઓફિસ, નિશાળ, મંદિર, રેશનીંગ દુકાન, ગામના એન્ટ્રી પોઇન્ટ પર સીસીટીવી કેમેરા લગાવવામા આવ્યા છે. જેને પગલે એક વર્ષમા ગામમા એકપણ ચોરીની ઘટના બની નથી.
રજુઆતમા વધુમા જણાવાયું હતુ કે પ્રજા માટે સુરક્ષાની ઢાલ જેવુ કામ સીસીટીવી કેમેરા કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રના અનેક ગામોમા લોકો બહાર વસવાટ કરતા હોવાથી ગામડાઓમા માત્ર વૃધ્ધો છે જેના કારણે અનેક વખત ચોરી, લુંટ અને મર્ડર જેવી ઘટનાઓ બને છે.
ત્યારે સરકાર દ્વારા ગ્રામિણ પ્રજાને અગ્રીમ સુરક્ષા પુરી પાડવા આ એક યોજનાના રૂપમા દરેક પંચાયતોને સીસીટીવી કેમેરા લગાવવા આર્થિક ફંડ ફાળવી ફરજિયાત અમલમા લાવવામા આવે તો ખુબ ઉપયોગી થઇ શકે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.