તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કફોડી પરિસ્થિતિ:ગીર પૂર્વમાં આવેલા લીલાપાણી નેસમાં માલધારીઓની વેદના સાંભળવા માટે વિપક્ષ નેતા બાઇક લઈ પહોંચ્યા

અમરેલી20 દિવસ પહેલા
  • ગીર જંગલના અનેક માલધારીના ઝૂંપડા ઉડી ગયા, તો પશુઓની પણ ભયાનક હાલત થઇ

અમરેલી જિલ્લામાં આવેલા ગીર જંગલની હાલત પણ દયનિય છે. ત્યારે તાઉ-તે વાવાઝોડામાં તબાહ થયેલા લીલાપાણી નેસમા વસતા માલધારીઓની સ્થિતિ અત્યંત ખરાબ છે. તેમનું દર્દ જાણવા માટે વિપક્ષ નેતા પરેશ ધાનાણી પહોંચ્યા હતા. અને માલધારીઓ સાથે સમય વિતાવી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

અનાજ પણ તડકામાં સુકવીને ખાવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ

જંગલ મધ્યમાં આવેલા સૌથી મોટા નેસડાઓ પૈકીનો એક નેસ એટલે લીલાપાણી નેસ છે. અહી વસ્તા માલધારીઓને વાવાઝોડાએ બરબાદીની કગાર પર લાવી ને મુકી દીધા છે. તેમના ઝૂંપડાઓ પડી ભાગ્યા છે. પશુઓનો ચારો સડી ગયો છે. અનાજ પણ તડકામાં સુકવીને ખાવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. માલધારીની હાલત અતિ કફોડી બની જવા પામી છે. અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં અને ગીર જંગલમાં આવેલા નેસડાઓમાં લગભગ તમામ માલધારીઓ ઝૂંપડાઓ બાંધીને રહે છે. અને સોલાર સિસ્ટમથી વિજળી મેળવે છે. ત્યારે ભયંકર વાવાઝોડામાં તેમના ઝૂંપડાઓ અને સોલાર સિસ્ટમ જાણે કે નષ્ટ થઈ ગયા છે. આવા સંજોગોમાં સરકાર આ માલધારીઓની પડખે ઉભા રહી તેમનું જીવન ફરી થાળે પાડે એવી માંગ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ કરી છે.

ગીર જંગલના માલધારીઓની આપવિતી

110 વર્ષના વયોવૃદ્ધ આઈમાએ જણાવ્યું છે કે વાવાઝોડામાં ઝૂંપડા પડતા હતા. બધા ભેગા થઈને બેઠા હતા. ભગવાન ભગવાન જીવતા રાખજે નહિતર મરી જાહુ આવુ બધા બોલતા હતા. તેમજ દેહુરભાઈ માલધારીએ જણાવ્યું હતુ કે અમે તો મરતા મરતા માંડ બચ્યા સરકારની કોઈ સહાય આવી નથી. પશુને ઘાસચારો નથી. અમારે ખાવાનું બધું પલળી ગયું છે. કોઈ પ્રકારની સહાય આવી નથી. હજારો પશુ અહીં નેસડામાં છે. બધા પશુ પણ ભૂખ્યા છે. રસ્તા હજી બંધ છે અમારા પશુ કયા ચરવા જાય અમારી તો વાત જ જવા દયો કાય રહ્યું જ નથી.

માલધારીઓ દ્વારા વિપક્ષ નેતા ધાનાણીને ચા પીવડાવી

વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા નેસડામાં મુલાકાત લઈ પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે વિપક્ષ નેતા પરેશ ધાનાણીને ચા પીવડાવી હતી. અને સાથે ચારણ પરિવારના યુવક દ્વારા ભજન ગાઇ મનોરંજન પણ કરાવ્યું હતુ. માલધારીઓની વેદના સાંભળવા માટે વિપક્ષ નેતા અહીં બાઇક લઈ પહોંચ્યા હતા.

વિપક્ષ નેતા ધાનાણી દ્વારા પેકેજની માંગ કરાઇ

વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા જણાવ્યું છે કે આ માલધારીની પડખે સરકાર આવે તે જરૂરી છે. માલધારીના નેસડા ભાંગી ગયા છે. ઘાસચારાની મોટી અછત છે. માલધારીઓ માટે રાહત પેકેજ આપી મદદ કરવાની માંગણી કરું છુ.

અન્ય સમાચારો પણ છે...