તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:અમરેલીમાં વિપક્ષ નેતા ધાનાણી ભાજપ પર આકરા પ્રહારો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હિસ્ટ્રી શીટરોને ભાજપે ટિકિટ આપી

અમરેલી20 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનની તારીખો જેમજેમ નજીક આવી રહી છે. બન્ને મોટા પક્ષો ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આકરા પ્રહારો કરી રહ્યાં છે અને પ્રજાને પોતાની તરફ ખેંચવા પ્રયાસો કરી રહ્યાં છે. ગુજરાતના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આજે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અમરેલીમાં ધાનાણીએ કહ્યું છેકે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે હિસ્ટ્રી શીટરને ટિકિટો આપી છે. કમલમ કાર્યાલય અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યું છે. ધાનાણીના ભાજપના પરના ગંભીર આક્ષેપોથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

પરેશ ધાનાણીએ જણાવ્યું છેકે, સતત સત્તાના મદમાં ભાન ભૂલેલા ભાજપના શાસકોએ સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોને આડા ધરીને સત્તા કબજે કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં જુઓ ત્યાં અસામાજિક તત્વોને પ્રોત્સાહન મળી રહ્યું છે. નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર માથાભારે માણસોને જબરદસ્તીથી મત મેળવી સત્તા કબજે કરવા માટે ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. મને લાગે છેકે કમલમના કાર્યાલયો હવે અસામાજિક તત્વોના અડ્ડા બની રહ્યાં છે. પોલીસના ચોપડે હિસ્ટ્રી શીટર તરીકે નોંધાયેલા કેટલાકના ભાજપ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા અવસર આપ્યો છે. પણ પ્રજા ભયમાંથી મુક્તિ મેળવવા માટે પંજાના નિશાનને મત આપશે.

પ્રચાર શરૂ થતા જ આક્ષેપ બાજીનો દોર શરૂ થયોભાજપ અને કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર શરૂ કરી દીધો છે. પ્રચાર શરૂ કરતાની સાથે જ બન્ને પક્ષો એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યાં છે. બન્ને પક્ષના ગુજરાતના દિગ્ગજ નેતાઓ દ્વારા આક્ષેપોનો મારો ચલાવીને પ્રજાને રિઝવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો