લોકોમાં ભારે રોષ:રાજુલાથી બાઢડા માર્ગની કામગીરી બે વર્ષથી અધૂરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચાલકો પરેશાન : અધુરી કામગીરી શરૂ નહિ થાય તો લોકોની આંદોલનની ચીમકી

રાજુલાથી બાઢડા અને થોરડી સુધીનો રોડ અતિ બિસ્માર બન્યો છે. માર્ગ પર આવતા નાળા પર વાહન અકસ્માતના બનાવો વધ્યા છે. બે વર્ષ પહેલા 20 કરોડના ખર્ચે નવા રોડની કામગીરી શરૂ થઈ હતી. પણ રસ્તાની કામગીરી બે વર્ષથી અધુરી છે. ફરી કામગીરી શરૂ ન થતા લોકોમાં રોષ ફેલાયો છે. તાત્કાલીક અધુરા રોડની કામગીરી નહી શરૂ થયા તો જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન નિર્મલભાઈ ખુમાણે બાંધકામમંત્રીને રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજુલાથી થોરડી થઇ બાઢડાનો રોડ બે વર્ષ પહેલા 20 કરોડના ખર્ચે મંજુર થયો હતો. તેની કામગીરી શરૂ થઈ હતી. નબળી કામગીરી થતા અટકાવી દેવાઈ હતી. પણ આ કામગીરી ફરી શરૂ થઈ ન હતી. કોન્ટ્રાકટર અને અધિકારીઓને અનેક વખત રજૂઆત કરાય છે. પણ હજુ સુધી કોઈ નીરાકરણ આવ્યું નથી.

અહીના રોડ પર નાળાઓ તૈયાર કરાયા છે. રાજુલાથી બાઢડા રોડ પર દિવસમાં અનેક અકસ્માત થઈ રહ્યા છે. તેમ છતાં તંત્ર રસ્તાની કામગીરી પૂર્ણ કરવા માટે રસ દાખવતું નથી. કે પછી અન્ય કોન્ટ્રાકટરને કામગીરી આપતું નથી. તેમજ ભષ્ટ્રાચાર આચરતા કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરતું નથી. આગામી દિવસોમાં અધુરો રોડ ફરી શરૂ નહી કરાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ નિર્મલભાઈ ખુમાણે ઉચ્ચારી હતી.

ડુંગરથી આશરાણા રોડ તૂટી જતા એજન્સીએ ફરી રીપેર કર્યો
રાજુલાના ડુંગરથી આશરાણા રોડ ગત વર્ષે નવો બન્યો હતો. પણ વરસાદના કારણે માર્ગ તુટી ગયો હતો. જેના કારણે એજન્સીએ આ રોડનું રીપેરીંગ કામ ફરી કર્યું હતું. આવું રાજુલાથી બાઢડા રોડ પર કોન્ટ્રાકટર કરે તેવી લોક માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...