જાફરાબાદ તાલુકાના ટીંબીથી નિંગાળા સુધી નવા માર્ગની કામગીરી શરૂ છે. પરંતુ આ કામગીરી તદન નબળી થતી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આ પ્રશ્ને ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામા આવી છે. ટીંબી વેપારી એસો.ના કલ્પેશભાઇ ચાવડા, ફાચરીયાના જાદવભાઇ પટેલ તેમજ અશોકભાઇ સાવલીયા દ્વારા અગાઉ પણ એજન્સીને રજુઆત કરાઇ હતી.
જેમા જણાવાયું હતુ કે સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે લાખોનો ખર્ચ કરવામા આવે છે. પરંતુ ભ્રષ્ટ અધિકારીની મિલીભગતથી માર્ગની કામગીરી તદન નબળી ગુણવતાવાળી થઇ રહી છે. માર્ગ બનાવતી વખતે ધુળ નિયમ મુજબ કમ્પ્રેસ દ્વારા સાફ કરવાની હોય છે અને પણ કરવામા આવતી નથી. ડામર તો નામ માત્રનો વાપરવામા આવી રહ્યો છે.
રજુઆતમા એમપણ જણાવાયું હતુ કે માર્ગની સાઇડો સાફ કર્યા વગર જ માટી નાખી દેવામા આવી રહી છે. આ માર્ગ પર ઓવરલોડ વાહનો પસાર થતા હોય થોડા સમયમા માર્ગ ફરી બિસ્માર બની જવાથી પણ શકયતા રહેલી છે. ત્યારે આ માર્ગની કામગીરી યોગ્ય રીતે કરવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.