તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:રાજુલાની સરકારી સાયન્સ સ્કૂલમાં 100 છાત્રો વચ્ચે માત્ર એક જ શિક્ષક

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલી મંડળે પૂરતા શિક્ષકોની નિમણૂંક કરવા માંગણી કરી
  • માંગણી નહી સંતોષાય તો શિક્ષણ કચેરીને તાળા મારવાની ચિમકી ઉચ્ચારી

રાજુલાની સરકારી સાયન્સ શાળામાં 100 વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12માં અભ્યાસ કરે છે. પણ અહી માત્ર એક શિક્ષકના ભરોસે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. થોડા સમય પહેલા શિક્ષણ વિભાગે અહીથી બે શિક્ષકોની બદલી કરી નાખી છે. પણ અત્યારે માત્ર એક શિક્ષક હોવાથી વાલી મંડળમાં રોષ ફેલાયો છે. તેમજ સાયન્સ સ્કૂલમાં જગ્યા ભરપાઈ કરવા માટે વાલી મંડળે માંગણી કરી છે. અહી માંગણી સંતોષવામાં નહી આવે તો શિક્ષણ કચેરીને તાળા મારવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

રાજુલા વાલી મંડળના અરવિંદભાઈ ખુમાણ અને જીવરાજભાઈ મેવાડાએ જણાવ્યું હતું કે સરકારી સાયન્સ સ્કૂલમાં 100 જેટલા છાત્રોનું ભવિષ્ય ધુંધળાઈ રહ્યું છે. ધોરણ 11 અને 12માં માત્ર એક જ કાયમી શિક્ષક છે. શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓ સાથે રમત રમે છે. થોડા દિવસો પહેલા બે શિક્ષકોની બદલી કરવામાં આવી છે.

જેના કારણે સરકારી સાયન્સ શાળામાં વિદ્યાર્થીઓને પુરતો અભ્યાસ મળતો નથી.શિક્ષકોની ખાલી પડેલી જગ્યા ભરપાઈ કરવા માટે વાલી મંડળે માંગણી કરી છે. 10 ઓગસ્ટના રોજ આ અંગે રાજુલા નાયબ કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવશે. તેમ છતાં પણ રાજુલાની સરકારી સાયન્સ શાળામાં પુરતા શિક્ષકોની જગ્યા ભરવામાં નહી આવે તો શિક્ષણ કચેરીને તાળા મારવા જેવા કાર્યક્રમની ચિમકી ઉચ્ચારી હતી. છેવાડાના તાલુકામાં શાળાઓમાં શિક્ષકોની ઘટ અંગે રાજકીય નેતાએ પણ મૌન સેવી લીધું છે.

અન્ય સમાચારો પણ છે...