એક સપ્તાહનો જ સમય બચ્યો:ચૂંટણી આડે માત્ર એક સપ્તાહ પરંતુ હજુ પ્રિસાઇન્ડીંગ ઓફિસરને હેન્ડ બુક ન આપી

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારી સીટ પર 25મીએ હેન્ડ બુક અાપવામાં આવશે
  • 4 દિવસમાં 200થી વધુ પેઇજ પ્રિસાઇડીંગ ઓફિસર કઇ રીતે સમજશે?

વિધાનસભાની ચુંટણીમા મતદાન આડે હવે એક સપ્તાહનો જ સમય બચ્યો છે. પરંતુ ધારી બગસરા સીટ પર હજુ સુધી પ્રિસાઇન્ડીંગ ઓફિસરોને હેન્ડ બુક પણ આપવામા આવી નથી. કે જેમા સમગ્ર ચુંટણી પ્રક્રિયાની પુરી જાણકારી હોય છે.ધારી બગસરા વિસ્તારમા હજુ ચુંટણી ફરજમા રોકાયેલા કર્મચારીઓનુ મતદાન પણ યોજાયુ નથી. અહી બીજા તબક્કાની ટ્રેનીંગ 25મી તારીખે યોજાવાની છે. અને તે સમયે જ ચુંટણી ફરજના કર્મચારીઓનુ મતદાન થશે. સામાન્ય રીતે પ્રથમ તબક્કાની તાલીમ વખતે જ દર વખતે પ્રિસાઇન્ડીંગ ઓફિસરોને હેન્ડ બુક આપી દેવામા આવે છે.

સમગ્ર ચુંટણી પ્રક્રિયાને પાર પાડવા માટેની તેમા ગાઇડલાઇન હોય છે. આશરે 200થી વધુ પેઇજની આ બુક સમજવા માટે પ્રિસાઇન્ડીંગ ઓફિસરને પુરતો સમય મળી રહે છે. અહી 12 દિવસ પહેલા પ્રથમ તબક્કાની તાલીમ અપાઇ હતી. પરંતુ તે સમયે પ્રિસાઇન્ડીંગ ઓફિસરને હેન્ડ બુક અપાઇ ન હતી.હવે બીજા તબક્કાની તાલીમમા આપવાના છે. પરંતુ આ તાલીમ 25મીએ છે. જયારે 29મી તારીખે તો ચુંટણી પ્રક્રિયા માટે તમામ પ્રિસાઇન્ડીંગને ધારી ખાતે હાજર થઇ જવાનુ રહેશે. આમ સમગ્ર બુકના અભ્યાસ માટે તેમને માત્ર ચાર દિવસનો સમય મળશે. આ બુક જે તે તાલુકા મથકે પહોંચાડી પ્રિસાઇન્ડીંગ સુધી પહોંચાડી શકાય હોત પરંતુ તેવુ થયુ નથી.

અન્ય સમાચારો પણ છે...